International

અમેરિકી એજન્સીએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા અંદાજે ૩૦ ભારતીય લોકોની ધરપકડ કરી

અમેરિકી કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શને સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, ૧૧-૧૫ મેના વીકએન્ડ દરમિયાન એરિઝોનાના યુમા સેક્ટરમાં બોર્ડર પેટ્રોલ એજન્ટ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન ચેકમેટ હેઠળ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવાના આરોપમાં ૫૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ૩૬ સેમી-ટ્રક ચલાવતા ઝડપાયા હતા. અમેરિકી એજન્સીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા ૩૬ ટ્રક ડ્રાઈવરમાંથી ૩૦ ભારતીય છે. જ્યારે ૬ મેક્સિકો, અલ સલ્વાડોર અને રશિયાના નાગરિક છે. તેની પાસે કૈલિફોર્નિયા, ન્યુયોર્ક, વોશિગ્ટન અને વર્ઝીનિયા જેવા રાજ્યના કમર્શિયલ ડ્રાઈવર લાયસન્સ હતા. જ્યારે કેટલાકની પાસે કોઈ ડ્રાઈવિંગ લાયસન્સ ન હતુ. મોટાભાગના લોકો પાસેભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઈડનના વહીવટીતંત્ર દ્વારા રોજગાર અધિકૃતતા ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આ ડોક્યુમેન્ટ હવે અમાન્ય બની ગયા છે.

આ બાબતે એજન્સીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા તમામ વ્યક્તિઓ પર સંધીય કાનુન અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. તેને ટુંક સમયમાં ડિપોર્ટ કરવામાં આવશે.એજન્સીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા તમામ વ્યક્તિઓ પર સંધીય કાનુન અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. તેને ટુંક સમયમાં ડિપોર્ટ કરવામાં આવશે.ધરપકડ કરાયેલા ૩૬ ગેરકાયદેસર ટ્રક ડ્રાઇવરોમાંથી ૩૦ ભારતના હતા, જ્યારે બાકીના છ મેક્સિકો, અલ સાલ્વાડોર અને રશિયાના નાગરિકો હતા.

મીડિયા સૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય નાગરિક કમર્શિયલ ટ્રક ડ્રાઈવરના રુપમાં કામ કરી રહ્યા હતા. એજન્સીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા આ તમામ ભારતીય નાગિરોકની પાસે કૈલિફોર્નિયા, ન્યુયોર્ક ,વોશિગ્ટન અને વર્ઝીનિયા જેવા રાજ્યના કમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સ હતા. આ લોકોની પાસે જાે બાઈડન પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા રોજગાર ઓથોરિટીના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે જે હવે અમાન્ય છે.