ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે અધિકારીઓએ દક્ષિણ કિનારા પર સુનામીની ચેતવણી જારી કરી હતી. ભૂકંપથી પડોશી દેશો
ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોર પણ હચમચી ગયા હતા.
મેક્સિકોના મુખ્ય પેસિફિક બંદર અને માછીમારી શહેર પ્યુર્ટો માડેરોના કિનારે ભૂકંપ આવ્યા બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ જીઓલોજિકલ સર્વે (ેંજીય્જી) અનુસાર, નજીકના એક્વિલ્સ સેર્ડનથી ૪૮ કિમી દક્ષિણપશ્ચિમમાં ૭.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં બહુમાળી ઇમારતો પાંદડાની જેમ ધ્રુજતી જાેવા મળી હતી જ્યારે લોકો સલામતી માટે રસ્તાઓ પર દોડી આવ્યા હતા.
અત્યાર સુધી કોઈ ગંભીર નુકસાન થયું નથી: મેક્સીકન સરકાર
મેક્સીકન અધિકારીઓએ જણાવ્યું હતું કે શક્તિશાળી ભૂકંપ બાદ કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.
મેક્સિકોના નૌકાદળ સચિવ, રેમુન્ડો પેડ્રો મોરાલેસ એન્જલ્સે જણાવ્યું હતું કે ભૂકંપ પછી તરત જ દેશભરમાં “કોઈ સમસ્યા” નથી.
“કોઈ ગંભીર નુકસાન થયું નથી. દરિયાઈ પરિસ્થિતિઓ અંગે, ભૂકંપને કારણે કેટલાક દરિયાકિનારા પર પાણીનું સ્તર અડધા મીટર સુધી વધવાની ધારણા છે. જનતાને હાલ પૂરતું દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે,” મોરાલેસ એન્જલ્સે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમની દૈનિક સવારની પ્રેસ કોન્ફરન્સ પછી જણાવ્યું હતું.
ઓક્સાકાના ગવર્નર સલોમોન જારા ક્રુઝે જણાવ્યું હતું કે રાજ્યની રાજધાનીમાં ભૂકંપ “મધ્યમ તીવ્રતા સાથે” અનુભવાયો હતો અને “કોઈ નોંધપાત્ર નુકસાન” થયું નથી.
પડોશી ગ્વાટેમાલામાં, રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ જણાવ્યું હતું કે જાનહાનિના કોઈ અહેવાલ નથી અને કટોકટી પ્રતિભાવ યોજનાઓ સક્રિય કરવામાં આવી છે.
અલ સાલ્વાડોરના ફાયર વિભાગે પણ કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી.

