International

‘બે દેશોમાં થઈ રહેલા સંઘર્ષથી ડીઝલની અછત સર્જાઈ રહી છે‘: ટ્રમ્પ

રશિયાની રિફાઇનરીઓને નિશાન બનાવવા અને અન્યોને ‘નુકસાન પહોંચાડવા‘ બદલ ટ્રમ્પે ઝેલેન્સ્કીની આકરી ટીકા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોડીમિર ઝેલેન્સ્કીની રશિયન ઓઈલ રિફાઈનરીઓને નિશાન બનાવવા બદલ ટીકા કરી હતી, કારણ કે તેનાથી અન્ય દેશોને “નુકસાન” થઈ રહ્યું છે અને ક્રૂડ ઓઈલની અછત સર્જાઈ રહી છે. યુરોપમાં યુદ્ધ પાંચમા વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે આ એવા દુર્લભ પ્રસંગોમાંનો એક છે જ્યારે ટ્રમ્પે જાહેરમાં ઝેલેન્સ્કીની ટીકા કરી હોય.

આયર્લેન્ડની બે દિવસીય મુલાકાતે આવેલા ટ્રમ્પે કહ્યું કે ઝેલેન્સ્કીએ રશિયામાં “ડીઝલ ઈંધણના પુરવઠાને અટકાવવાનું” બંધ કરવું જાેઈએ કારણ કે તેનાથી સમગ્ર વિશ્વમાં અછત સર્જાઈ છે. જાેકે, ટ્રમ્પે ઈરાન સામેની પોતાની કાર્યવાહીને પણ યોગ્ય ઠેરવી હતી અને કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ પણ વૈશ્વિક સ્તરે ઈંધણ સંકટ માટે જવાબદાર છે.

“તેમને લક્ષ્યો પર હુમલો કરવા દો, પરંતુ ડીઝલ ઈંધણ પર નહીં, કારણ કે તેઓ ડીઝલની અછત ઊભી કરી રહ્યા છે. આવું મધ્ય પૂર્વ દ્વારા કરવામાં નથી આવી રહ્યું, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે જે થઈ રહ્યું છે તેના કારણે આવું થઈ રહ્યું છે,” એમ તેમણે ડૂનબેગમાં તેમના ગોલ્ફ ક્લબ ખાતે પત્રકારોને કહ્યું. “અન્ય ઘણા લક્ષ્યો છે. ડીઝલ ઈંધણ પર હુમલો ન કરો કારણ કે તેનાથી નુકસાન થઈ રહ્યું છે. તેનાથી વિશ્વને નુકસાન થઈ રહ્યું છે. અમે નથી ઈચ્છતા કે તેઓ ડીઝલ ઈંધણ પર હુમલો કરે… તેઓ ડીઝલ રિફાઈનરીઓ પર હુમલો કરી રહ્યા છે.”

મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા બાદથી તેલના ભાવ ઊંચા રહ્યા છે; ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (જીંટ્ઠિૈં ર્ક ૐર્દ્બિેડ) બ્લોક કરી દીધી હતી, જેમાંથી વિશ્વનું લગભગ ૨૦ ટકા ક્રૂડ ઓઈલ પસાર થાય છે. તે જ સમયે, યુક્રેને રશિયન રિફાઈનરીઓ પરના હુમલા તેજ કર્યા છે, જ્યારે મોસ્કોએ પણ જાેરદાર વળતો જવાબ આપ્યો છે.

બંને પક્ષો એકબીજા પર હુમલા કરવાનું ચાલુ રાખી રહ્યા છે અને પરિસ્થિતિ માટે એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે, તેમ છતાં તેઓ વાતચીત માટે તૈયાર હોવાનું પુનરોચ્ચારણ કરી રહ્યા છે. તાજેતરમાં, અમેરિકી દૂતોએ વાતચીત ફરી શરૂ કરવાના પ્રયાસરૂપે મોસ્કો અને કિવ બંનેની મુલાકાત લીધી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી.

જેમ જેમ સંઘર્ષ લંબાઈ રહ્યો છે, તેમ ભારત અને ચીને પણ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થતા કરવાની ઓફર કરી છે. રવિવારે ક્રેમલિને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના શી જિનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન (જે બ્રિક્સ સમિટ દરમિયાન થઈ હતી) કહ્યું હતું કે નવી દિલ્હી અને બેઇજિંગ મધ્યસ્થતા કરવા અને બીજા વિશ્વયુદ્ધ પછીના યુરોપના સૌથી ઘાતક સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરવા તૈયાર છે.

ક્રેમલિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે પુતિને મોદી અને શીની ઓફરનું સ્વાગત કર્યું છે અને તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયનોએ વાતચીતની શક્યતાને સંપૂર્ણપણે નકારી નથી અને જણાવ્યું હતું કે “નજીકના ભવિષ્યમાં, સંભવત: ઓક્ટોબરમાં” વાટાઘાટો શક્ય છે.