Gujarat

તાલાલાની મંગેતરે સગાઈ તોડવાની વાત કરતાં યુવકે કપડાં ધોવાનું લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટના પોપટપરા વિસ્તારમાં ઠાકરશી પાન નજીક રહેતા 21 વર્ષીય જુલ્ફીજ હનીફભાઈ મજદુલ નામના યુવાને પોતાના ઘરે કપડાં ધોવાનું લિક્વિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં બે ભાઈઓમાં નાનો અને શો-રૂમમાં નોકરી કરતો જુલ્ફીજની બે વર્ષ પહેલાં તાલાલાની એક યુવતી સાથે સગાઈ થઇ હતી. જોકે, હાલમાં મંગેતરે સગાઈ તોડી નાખવાની વાત કરતાં તેને માઠું લાગી આવ્યું હતું અને આવેશમાં આવીને તેણે આ ગંભીર પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ​મૂળ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના વતની અને હાલ અમદાવાદ દાયમા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા 45 વર્ષીય મોહનસિંહ અંતરસિંહ ઠાકુર ગત 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી પોતાની ગાડી લોડ કરીને રાજકોટ આવ્યા હતા.

રાત્રિના આશરે 10 વાગ્યા આસપાસ તેઓ કુવાડવા રોડ પર સોખડા ચોકડીથી સાત હનુમાન તરફના રસ્તે પગપાળા જઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોહનસિંહને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફત તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભત્રીજા કૌશલેન્દ્રસિંહ ઠાકુરની ફરિયાદ આધારે કુવાડવા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.