સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ૪,૦૦૦થી વધુ બાંગ્લાદેશી નાગરિકોના વિઝા રદ કર્યા છે, જેના કારણે તેમાંથી ઘણા લોકો પોતાના દેશમાં જ ફસાઈ ગયા છે.
મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, રજા પર બાંગ્લાદેશ પાછા ફરેલા કેટલાક લોકોએ આક્ષેપ કર્યો છે કે વિઝા રદ કરવા અંગેના ઈમેલમાં તેઓ શા માટે તેમની નોકરી કે વ્યવસાય પર પાછા જઈ શકતા નથી, તે અંગે કોઈ કારણ જણાવવામાં આવ્યું ન હતું.
બાંગ્લાદેશ સરકારે રાજદ્વારી માધ્યમો દ્વારા ેંછઈ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને વિઝા રદ કરવાના ર્નિણયની સમીક્ષા કરવાની માંગ કરી છે. ‘ખલીજ ટાઈમ્સ‘ના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં જ વિઝા રદ થવાના અહેવાલો આવવાનું શરૂ થઈ ગયું હતું, ત્યારે અબુ ધાબી સ્થિત બાંગ્લાદેશી દૂતાવાસે નાગરિકોને અફવાઓ ન ફેલાવવા અને અપડેટ્સ માટે સત્તાવાર માધ્યમોને અનુસરવાની અપીલ કરી હતી.
ફસાયેલા બાંગ્લાદેશીઓ ઉકેલની માંગ કરે છે, સરકારને ૨૨ સપ્ટેમ્બરની સમયમર્યાદા આપી
‘ધ ડેઈલી સ્ટાર‘ના અહેવાલ મુજબ, આ સમસ્યાના ઉકેલની માંગ કરવા માટે ૭ સપ્ટેમ્બરના રોજ નેશનલ પ્રેસ ક્લબ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઓછામાં ઓછા ૩૫૦ બાંગ્લાદેશી નાગરિકોએ હાજરી આપી હતી. અસરગ્રસ્ત લોકોએ ઉકેલ લાવવા માટે બાંગ્લાદેશ સરકારને ૨૨ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.
૭ સપ્ટેમ્બરના કાર્યક્રમમાં હાજરી આપનારાઓમાં અબુલ કલામ આઝાદનો પણ સમાવેશ થાય છે, જેઓ છેલ્લા ૨૭ વર્ષથી ેંછઈમાં રહેતા હતા. ૭ એપ્રિલે બાંગ્લાદેશ પાછા ફરેલા આઝાદને એક ઈમેલ મળ્યો જેમાં તેમને જાણ કરવામાં આવી કે તેમના વિઝા રદ કરવામાં આવ્યા છે. જાેકે, આઝાદે કહ્યું કે રદ કરવા અંગેના “ઈમેલમાં કોઈ કારણ જણાવવામાં આવ્યું ન હતું.”
નેશનલ પ્રેસ ક્લબના કાર્યક્રમમાં હાજર અસરગ્રસ્ત બાંગ્લાદેશી નાગરિકોએ પાંચ મુદ્દાઓની માંગણી રજૂ કરી હતી, જેમાં તેમનું પુનર્વસન અને સંકટનો ઉકેલ ન આવે ત્યાં સુધી આર્થિક સહાયનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશ સરકારે શું કહ્યું છે?
બાંગ્લાદેશના પ્રવાસી કલ્યાણ અને વિદેશી રોજગાર રાજ્ય મંત્રી નુરુલ હક નુરે ૭ સપ્ટેમ્બરે કહ્યું હતું કે તેમનું મંત્રાલય અને વિદેશ મંત્રાલય એ વાતથી વાકેફ છે કે બાંગ્લાદેશી નાગરિકોના ૪,૦૦૦ વિઝા રદ કરવામાં આવ્યા છે.
“તેમાંથી ઘણા લોકોના ત્યાં વ્યવસાયો અને દુકાનો છે. આ મુદ્દાને રાજદ્વારી રીતે ઉકેલવાના પ્રયાસો ચાલુ છે,” તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું. ‘ધ ડેઈલી સ્ટાર‘ દ્વારા ટાંકવામાં આવેલા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત બાંગ્લાદેશી નાગરિકોની સંખ્યા બાદમાં વધીને ૪,૮૦૦ થઈ ગઈ હતી.
‘સેન્ટર ફોર નોન-રેસિડેન્ટ બાંગ્લાદેશી‘ના અધ્યક્ષ એમ.એસ. શેકિલ ચૌધરીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ેંછઈએ વિઝાની ચકાસણીમાં કડકાઈ વધારી છે. તેમણે કહ્યું કે પ્રક્રિયાગત ખામીઓ, જેમ કે સમયસર વિઝા રિન્યૂ ન કરાવવા અથવા દસ્તાવેજાેને લગતી સમસ્યાઓ, તેની પહેલાં કરતાં વધુ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓ અને સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક ગણી શકાય તેવી અન્ય બાબતો પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું હતું, તેમ તેમણે મીડિયાને જણાવ્યું.

