National

અર્થતંત્રને વેગ આપવા માટે ભારત સાથે CEPA ને આખરી ઓપ અપાઈ રહ્યો છે

ભારત સાથે વ્યાપક વ્યાપારી તકો માટે વર્ષના અંત સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે: કેનેડા

સોમવારે ઓટાવામાં ‘વ્યાપક આર્થિક ભાગીદારી કરાર‘ (CEPA) માટેની વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ત્યારે કેનેડાએ કહ્યું છે કે તે આ વેપાર કરારને પૂર્ણ કરવા પર “ધ્યાન કેન્દ્રિત” કરી રહ્યું છે, કારણ કે તેનાથી દેશની અર્થવ્યવસ્થા માટે “નવા દ્વાર ખુલશે”.

રાજધાનીમાં ભારતીય વાટાઘાટકારો અને તેમના કેનેડિયન સમકક્ષો વચ્ચેની બેઠક પહેલાં રવિવારે એક નિવેદનમાં, આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ કહ્યું, “ઊર્જાથી લઈને મહત્વપૂર્ણ ખનિજાે અને એરોસ્પેસ ક્ષેત્ર સુધી, કેનેડા ભારતને જરૂરી એવો વિશ્વસનીય ભાગીદાર બનવા માટે તૈયાર છે.”

તેમણે ઉમેર્યું, “તેથી જ અમે એવા વેપાર કરારને આખરી ઓપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એકમાં કેનેડિયન વ્યવસાયો અને કામદારો માટે નવી તકો ઊભી કરશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ બે અઠવાડિયા પહેલાં તેમની મુંબઈની મુલાકાત અને ગયા અઠવાડિયે મિલવોકીમાં ય્૨૦ વેપાર મંત્રીઓની બેઠક દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથેની ચર્ચાઓથી મળેલી ગતિને આગળ વધારશે.

તેમણે નિર્દેશ કર્યો કે ૨૦૩૫ સુધીમાં ભારતની ઊર્જાની જરૂરિયાતોમાં ૭૦%નો વધારો થશે અને ઉમેર્યું કે “કેનેડા આ જરૂરિયાત પૂરી કરવા માટે તૈયાર છે.”

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ‘ન્દ્ગય્ કેનેડા ફેઝ ૨‘ ને ૩૩ અબજ કેનેડિયન ડોલરનું રોકાણ મળ્યું છે, જે તેને વિશ્વમાં આ પ્રકારની બીજી સૌથી મોટી સુવિધા બનાવે છે. સિદ્ધુએ નોંધ્યું હતું કે, “પાંચ વર્ષની અંદર, કેનેડા ટોચના પાંચ ન્દ્ગય્ નિકાસકારોમાં સામેલ થઈ જશે.” ‘ન્દ્ગય્ કેનેડા ફેઝ ૨‘ બ્રિટિશ કોલંબિયાના કિટિમેટમાં સ્થિત ટર્મિનલની ક્ષમતાને બમણી કરીને વાર્ષિક ૨૮ મિલિયન ટન સુધી પહોંચાડશે. કાર્નીએ કહ્યું કે આનાથી કેનેડા “એશિયાના નવા બજારોમાં સૌથી ઓછું ઉત્સર્જન કરતા ન્દ્ગય્ની નિકાસ” કરી શકશે.

મિલવોકીમાં ગોયલ સાથેની મુલાકાત બાદ, સિદ્ધુએ ભારત માટે “વિશ્વસનીય અને ભરોસાપાત્ર લાંબા ગાળાના આર્થિક ભાગીદાર તરીકે કેનેડાની ભૂમિકા” પર ભાર મૂક્યો હતો.

સિદ્ધુ આ મહિનાના અંતમાં ભારત માટે ‘ટીમ કેનેડા ટ્રેડ મિશન‘નું નેતૃત્વ કરશે, જેમાં મુખ્ય ક્ષેત્રોના વ્યવસાયો સાથે સંકળાયેલા લગભગ ૩૦૦ કેનેડિયન પ્રતિનિધિઓ સામેલ હશે. આ મિશન ભારત માટે કેનેડાનું અત્યાર સુધીનું સૌથી મોટું મિશન હશે અને તે જૂન મહિનામાં સિદ્ધુના નેતૃત્વમાં જાપાન ગયેલા મિશનના સ્તરનું હશે. જુલાઈમાં જાહેર કરાયેલું આ વેપાર મિશન ૧૨ થી ૧૬ ઓક્ટોબર દરમિયાન યોજાવાનું છે.

સિદ્ધુએ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાત લીધી હતી અને ઝ્રઈઁછ (કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ) માટેની વાટાઘાટોના ચોથા રાઉન્ડની સમાપ્તિ વખતે તેઓ ત્યાં હાજર હતા.

પાંચમો રાઉન્ડ ૫ થી ૯ ઓક્ટોબર દરમિયાન યોજાશે. અગાઉ બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે, “મંત્રી સિદ્ધુએ આ વર્ષના અંત સુધીમાં પરસ્પર લાભદાયી કરાર તરફ કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.”

વાટાઘાટો ઉચ્ચ સ્તરે આગળ વધારવામાં આવી રહી છે; સિદ્ધુએ ચોથા રાઉન્ડના સમાપન માટે મુંબઈની મુલાકાત લીધી હતી. પાંચમા રાઉન્ડમાં સચિવ સ્તરના અધિકારીઓની ભાગીદારીની અપેક્ષા છે.

નવેમ્બર ૨૦૨૫માં જાેહાનિસબર્ગ ખાતે ય્૨૦ નેતાઓની સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્નીની મુલાકાત વખતે ઝ્રઈઁછ માટે નવી વાટાઘાટો યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે કાર્નીએ વડાપ્રધાન તરીકે ભારતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન આ વર્ષે માર્ચમાં નવી દિલ્હીમાં મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી, ત્યારે આ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ હતી.

બંને વડાપ્રધાનોએ વાટાઘાટો પૂર્ણ કરવા માટે વર્ષના અંત સુધીની સમયમર્યાદા નક્કી કરી છે.

તેઓ ફરીથી જૂનમાં ફ્રાન્સના એવિયન (ઈદૃૈટ્ઠહ) ખાતે ય્૭ નેતાઓની સમિટ દરમિયાન મળ્યા હતા અને તે સમયે કેનેડિયન વડાપ્રધાન કાર્યાલય (ઁસ્ર્ં) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ઝ્રઈઁછ વાટાઘાટોમાં થયેલી પ્રગતિ અંગે “સંતોષ વ્યક્ત કર્યો” હતો. તે નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે તેમણે “ભવિષ્યલક્ષી વ્યૂહાત્મક ભાગીદારી” વિકસાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ડિસેમ્બરમાં મિયામીમાં ય્૨૦ નેતાઓની સમિટ યોજાય તે પહેલાં વાટાઘાટો પૂર્ણ થઈ જાય. મોદીએ એવિયનમાં એમ પણ કહ્યું હતું કે તેઓ આ વર્ષના અંત પહેલા કેનેડાની મુલાકાત લેવાનો પ્રયાસ કરશે. તે દ્વિપક્ષીય મુલાકાત – જે ૧૦ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા લેવામાં આવનારી પ્રથમ મુલાકાત હશે – તે ઝ્રઈઁછ પર હસ્તાક્ષરનું પ્રતીક બનશે.