શિયાળાની ઋતુ નજીક આવતાં, દિલ્હી સરકારે આગામી મહિનાઓમાં દિલ્હી-દ્ગઝ્રઇમાં પ્રદૂષણનું સ્તર નિયંત્રણમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે પગલાંનું આયોજન શરૂ કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, દિલ્હીના ઁઉડ્ઢ મંત્રી પરવેશ વર્મા અને સિરસા સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના મુખ્ય નેતાઓ સાથેની બેઠક બાદ દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી.
જાહેર કરાયેલા પગલાંમાંનું એક “નો ઁેંઝ્રઝ્ર, નો ફ્યુઅલ” નીતિને વધુ કડક બનાવવાનું હતું.
વધુમાં, સિરસાએ જણાવ્યું હતું કે છદ્ગઁઇ કેમેરાથી સજ્જ દિલ્હીના તમામ ૫૦૦ પેટ્રોલ પંપ પર “એન્ડ-ઓફ-લાઇફ” (નિર્ધારિત આયુષ્ય પૂર્ણ કરી ચૂકેલા) વાહનો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. ઓક્ટોબરમાં આ મુદ્દે જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવશે, જ્યારે નવેમ્બરમાં ઁેંઝ્ર કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે.
આ ઉપરાંત, ત્રણ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનો દ્વારા ૨.૫ લાખ વાહનોની ફિટનેસ તપાસ કરવામાં આવશે.
સિરસાએ કહ્યું કે દિલ્હી સરકાર રસ્તાઓ પર વધુ ૧૫૦ ઈલેક્ટ્રિક બસો ઉતારશે, જેનાથી ઈ-બસોની કુલ સંખ્યા ૭૦૦થી વધી જશે. હાલમાં દિલ્હીમાં ૫૮૮ ઈલેક્ટ્રિક બસો કાર્યરત છે.
સિરસાએ એમ પણ કહ્યું કે હવાની ગુણવત્તા અને ટ્રાફિક જામની સમસ્યાવાળા વિસ્તારો (હોટસ્પોટ્સ)ની આસપાસની પ્રવૃત્તિઓ નિયંત્રણમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે.
સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં સિરસાએ કહ્યું, “અમે આ વિસ્તારમાં ચોક્કસ સ્થળો – જેમ કે સ્મશાનગૃહો, કચરાના નિકાલના સ્થળો (ડમ્પિંગ સાઇટ્સ) અને બાંધકામ/તોડફોડના કાટમાળના સ્થળો – ના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને આ મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ (ડ્ઢસ્જ) સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ઓળખવામાં આવેલા ૬૨ પ્રદૂષણ હોટસ્પોટ્સમાંથી ૪૨ સ્થળોએ પ્રદૂષણનું સ્તર પહેલેથી જ નિયંત્રણમાં લાવી દેવામાં આવ્યું છે અને બાકીના સ્થળો પર અમે કામ કરવાનું ચાલુ રાખીશું.”
દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલા અન્ય કેટલાક પગલાંમાં પાર્કિંગના દરમાં વધારો, ઓફિસના સમયમાં ફેરફાર (સ્ટેગર્ડ ટાઈમિંગ) અને સરકારી તથા ખાનગી કચેરીઓ માટે ૫૦% કર્મચારીઓ ‘વર્ક ફ્રોમ હોમ‘ કરે તેવો નિર્દેશ સામેલ છે.
૧ નવેમ્બરથી, ખાનગી વાહનોના ઉપયોગને નિરુત્સાહિત કરવા માટે અધિકૃત પાર્કિંગ સ્થળો પર પાર્કિંગના દરો બમણા કરવામાં આવશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સ્ઝ્રડ્ઢ) હેઠળની કચેરીઓ સવારે ૮:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે, જ્યારે દિલ્હીની નેશનલ કેપિટલ ટેરિટરીની સરકાર (ય્દ્ગઝ્ર્ડ્ઢ) હેઠળની કચેરીઓ ૧ નવેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૩૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે.
આ જ સમયગાળા દરમિયાન ૫૦% ‘વર્ક-ફ્રોમ-હોમ‘ (ઘરેથી કામ કરવાની) વ્યવસ્થા પણ અમલમાં રહેશે.

