ભાજપના નેતા અને સંબલપુરના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદ પરથી રાજીનામું આપવા અંગે ભુવનેશ્વરમાં જીએમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા તેમણે એક મોટું નિવેદન આપ્યું છે કે “જેન ઝી અમારા બાળકો છે. નીટ પેપર લીકના વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. તે સમયે મારી પાસે કોઈ અંગત સમસ્યા નહોતી.” જેના કારણે તેમને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
તેમને પોતાના સંબોધન દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયક પર પણ નિશાન સાધ્યું. દ્ગઈઈ્ પેપર લીક વિવાદ બાદ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, સરકારની જવાબદારી અને પરીક્ષા વ્યવસ્થાને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં ધર્મેન્દ્ર પ્રધાનનું આ નિવેદન ફરી એકવાર યુવાનોના આંદોલન અને શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજકીય ચર્ચાને વેગ આપી શકે છે.
વધુ માં તેમને જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે આશરે બે કરોડ બાળકો જન્મે છે અને વિતેલા ૧૦ વર્ષમાં ૨૦ કરોડ બાળકો જન્મ્યા છે. આ યુવાનો ભારતને ‘વિશ્વ ગુરુ‘ બનાવશે. મારા માટે શિક્ષણ મંત્રીનું પદ ક્યારેય મહત્વનું નહોતું.” તેમણે જાતે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંપર્ક કરીને રાજીનામાની રજૂઆત કરી હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.

