National

દુબઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ

સોમવારે એક મોટી હવાઈ દુર્ઘટના ટળી હતી, મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટનું આજે ગુજરાતના રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, કારણ કે ક્રૂને કાર્ગો હોલ્ડમાં ધુમાડો જાેવા મળ્યો હતો.

ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ ૧૪૫૨ માં ૧૯૪ મુસાફરો હતા. લેન્ડિંગ પછી બધા જ વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

વિમાનના કાર્ગો હોલ્ડમાં ધુમાડો જાેવા મળ્યા બાદ, પાઈલટોએ રાજકોટ એરપોર્ટનો સંપર્ક કર્યો હતો, જેણે પછી સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરી હતી.

“દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું કાર્ગો હોલ્ડ વિસ્તારમાં ધુમાડો જાેવા મળ્યા બાદ રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને બધા મુસાફરો સુરક્ષિત છે,” રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું.

ઈન્ડિગો ૮૦ થી વધુ સ્થાનિક અને ૩૦ થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ ઉડાન ભરે છે. તે એરબસ છ૩૨૦ અને છ૩૨૧ શ્રેણીના વિમાનો અને છ્ઇ ૭૨-૬૦૦ ટર્બોપ્રોપ એરક્રાફ્ટનું સંચાલન કરે છે.