National

ભારતીય સેનાએ જમ્મુના ખૌર સેક્ટરમાં પાકિસ્તાની સર્વેલન્સ ડ્રોનને તોડી પાડ્યું

જમ્મુ કાશ્મીરના સીનીયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા જમ્મુના ખૌર સેક્ટરમાંથી એક પાકિસ્તાની સર્વેલન્સ ડ્રોનને તોડી પાડ્યું છે, જે મહત્વપૂર્ણ લશ્કરી સંપત્તિની નજીક ફરતું જાેવા મળ્યું હતું. ચીનમાં બનાવેલા UAV ને ભારતીય સેનાના મુખ્ય તૈનાતી સ્થળો નજીક અટકાવવામાં આવ્યું હતું.

“ઓપરેશન પછી, સૈનિકોએ ડ્રોન સાથે 64 GB Lexar microSDXC (V30, A2, 1066x) મેમરી કાર્ડ જપ્ત કર્યું. પુન:પ્રાપ્ત મેમરી કાર્ડની પ્રારંભિક તપાસમાં નિયંત્રણ રેખા (ન્ર્ઝ્ર) પર સંવેદનશીલ ભારતીય સેનાના સ્થાનોના ફૂટેજ બહાર આવ્યા છે, જે સરહદ પાર દેખરેખ પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરે છે,” એક અધિકારીએ જણાવ્યું હતું.

રિકવર કરાયેલ ડ્રોન અને ઉપલબ્ધ ફોટોગ્રાફ્સના આધારે, ેંછફ ચીનમાં ઉત્પાદિત ડ્ઢત્નૈં સ્ટ્ઠદૃૈષ્ઠ ૩ શ્રેણીનું ફોલ્ડેબલ ક્વાડકોપ્ટર હોવાનું જણાય છે. તે ત્રણ-અક્ષ ગિમ્બલ, રિચાર્જેબલ ઇન્ટેલિજન્ટ લિ-આયન ફ્લાઇટ બેટરી અને 64 GB Lexar microSDXC સ્ટોરેજ કાર્ડ પર માઉન્ટ થયેલ ઉચ્ચ-રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ છે.

વધુમાં અધિકારીઓએ ઉમેર્યું હતું કે ડ્રોનમાં “ક્લાસ ૧ લેસર પ્રોડક્ટ” માર્કિંગ પણ છે, જે નેવિગેશન અને અવરોધ સંવેદના માટે ઉપયોગમાં લેવાતી લેસર-આધારિત રેન્જિંગ અને ફોકસિંગ સિસ્ટમની હાજરી દર્શાવે છે, જે ફ્લાઇટ સ્થિરતા અને ચોકસાઇમાં વધારો કરે છે.

સુરક્ષા એજન્સીઓએ સર્વેલન્સ ઓપરેશનની હદ, ડ્રોનનું મૂળ અને તેણે એકત્રિત કરેલી ગુપ્ત માહિતી નક્કી કરવા માટે જપ્ત કરાયેલ ેંછફ, તેના ઓનબોર્ડ સ્ટોરેજ અને અન્ય ઘટકોની વિગતવાર ફોરેન્સિક તપાસ શરૂ કરી છે.