National

મહાદેવ સટ્ટાબાજી એપના સહ-સ્થાપક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ

મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી એપના સહ-સ્થાપક અને કરોડો રૂપિયાના ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્કના મુખ્ય આરોપી રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાક્રમથી વાકેફ અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી અને તેને આ કેસમાં એક અઠવાડિયાની અંદર મળેલી બીજી “મોટી સફળતા” ગણાવી હતી.

આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ તેના બિઝનેસ પાર્ટનર અને આ નેટવર્કના અન્ય કથિત માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરને ઓમાનથી પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવામાં સફળતા મેળવી હતી.

દુબઈમાં ઉપ્પલની ધરપકડ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.

ભારતીય એજન્સીઓને ઉપ્પલની ધરપકડ વિશે બિનસત્તાવાર માધ્યમો દ્વારા જાણકારી મળી છે – સંયુક્ત આરબ અમીરાત તરફથી ભારતને હજુ સુધી કોઈ સત્તાવાર સંદેશ મળ્યો નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ યોગ્ય માધ્યમો દ્વારા વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના પ્રત્યાર્પણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કામ કરી રહ્યા છે.

નામ જાહેર ન કરવાની શરતે ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. આ એક મોટી સફળતા છે. અમે તેને શક્ય તેટલી વહેલી તકે ેંછઈમાંથી પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાનો પ્રયાસ કરીશું.”

છત્તીસગઢના ભિલાઈના રહેવાસી ઉપ્પલ દુબઈથી પણ કામગીરી ચલાવતા હતા. ઓક્ટોબર ૨૦૨૩માં તેમની વિરુદ્ધ ઇન્ટરપોલનું ‘રેડ નોટિસ‘ જારી કરવામાં આવ્યું હતું, જેના પગલે તે જ વર્ષના ડિસેમ્બરમાં દુબઈ સત્તાવાળાઓએ તેમને અટકાયતમાં લીધા હતા. જાેકે, જાન્યુઆરી ૨૦૨૪માં ઈડ્ઢ દ્વારા ેંછઈને પ્રત્યાર્પણની વિનંતી મોકલવામાં આવી હોવા છતાં, તેમને ૪૫ દિવસની અંદર મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

ગયા વર્ષે ૪ નવેમ્બરે ઉપ્પલ ેંછઈ છોડીને ભાગી ગયા હતા અને એવું માનવામાં આવતું હતું કે તેઓ વનુઆતુ માં રહેતા હતા. તાજેતરમાં જ તેઓ ફરી ેંછઈ પરત ફર્યા હતા.

ઉપ્પલ અને ચંદ્રાકર પાસે વનુઆતુના પાસપોર્ટ છે.
નામ જાહેર ન કરવાની શરતે ઈડ્ઢના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉપ્પલ અને ચંદ્રાકર બંને પાસે વનુઆતુના પાસપોર્ટ છે, જે તેમણે ભારતમાંથી ભાગી ગયા પછી મેળવ્યા હતા.

ઈડ્ઢ અધિકારીએ કહ્યું, “ઉપ્પલ સમગ્ર મહાદેવ સંગઠનમાં એક મહત્વપૂર્ણ કડી છે. તે કરોડો રૂપિયાના હવાલા વ્યવહારો સંભાળતા હતા અને છત્તીસગઢના રાજકારણીઓ તથા અમલદારો સાથે સંપર્ક રાખવા માટે મુખ્ય વ્યક્તિ હતા. નાણાંના પ્રવાહ (ર્દ્બહીઅ ંટ્ઠિૈઙ્મ) ને સમજવા અને ગેરકાયદેસર કમાણીનો લાભ કોને મળ્યો તે ઓળખવા માટે તેમની પૂછપરછ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.” મીડિયા સૂત્રો દ્વારા જાેવામાં આવેલા ઈડ્ઢ (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના કોર્ટ અને આંતરિક દસ્તાવેજાે દર્શાવે છે કે, જ્યાં ચંદ્રકર મુખ્યત્વે ‘મહાદેવ ઓનલાઇન બુક‘ (સ્ર્ંમ્)ના પ્રચાર અને કામગીરી સંભાળતા હતા, ત્યાં ઉપ્પલ દુબઈમાં તેમની સાથે રહીને મુખ્ય કાર્યાલય ચલાવતા હતા. આ ઉપરાંત, તેઓ “નાગપુરમાં હવાલા વ્યવહારો અને સટ્ટાબાજીના સંચાલકો સહિતના નાણાકીય નેટવર્ક”નું સંચાલન કરતા હતા.

નામ જાહેર કર્યા વિના, ઈડ્ઢના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, “ભારતમાં ઉપ્પલના ભાઈ-બહેનો કથિત રીતે અહીં તેમના હવાલા વ્યવહારો સંભાળતા હતા.”

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉપ્પલ ઉપરાંત ઈડ્ઢ દુબઈમાં રહેલા અન્ય એક આરોપી, વિકાસ છાપરિયાને પણ પકડવાનો પ્રયાસ કરી રહી છે.

ઈડ્ઢએ દાવો કર્યો છે કે, મહાદેવ એપનું વ્યવસ્થિત સંચાલન છત્તીસગઢની સ્થાનિક પોલીસ અને રાજકારણીઓના “સક્રિય સમર્થન અને મિલીભગત”થી ચાલી રહ્યું હતું. એજન્સીના મતે, “અમલદારો અને રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિઓ આ ગેરકાયદેસર સટ્ટાબાજીના રેકેટ તરફ આંખ આડા કાન કરવા બદલ ગેરકાયદેસર લાંચ મેળવતા હતા.”

એજન્સીના અંદાજ મુજબ, સ્ર્ંમ્ અને તેની સાથે સંકળાયેલા અન્ય પ્લેટફોર્મ્સના વ્યવહારોનું મૂલ્ય આશરે ?૯૪,૦૦૦ કરોડ છે, જેમાંથી ?૪,૦૦૦ થી ?૫,૦૦૦ કરોડની રકમ પહેલેથી જ પ્રમોટરો સુધી પહોંચાડી દેવામાં આવી છે.