National

મુંબઈમાં PMO અધિકારી અને ‘બોડીગાર્ડ‘ હોવાનો દાવો કરનાર વ્યક્તિની બંદૂક સાથે ધરપકડ

મહારાષ્ટ્રના મુંબઈમાં એક સ્થાનિક ઉદ્યોગપતિ અને તેના સશસ્ત્ર અંગરક્ષકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક વ્યક્તિએ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ના કમ્પાઉન્ડમાં આવેલા શોપિંગ મોલ જિયો વર્લ્ડ પ્લાઝામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે બનાવટી ઓળખપત્રનો ઉપયોગ કરીને વડા પ્રધાન કાર્યાલયમાં કામ કરતો હોવાનો દાવો કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસ દ્વારા રોહન પારેખ તરીકે ઓળખાતા આ ઉદ્યોગપતિએ દ્ગસ્છઝ્રઝ્ર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં હાજરી આપવાના એક દિવસ પહેલા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં પ્રવેશવાનો પ્રયાસ કેમ કર્યો તે સ્પષ્ટ નથી.

પોલીસે જણાવ્યું હતું કે પારેખે તપાસકર્તાઓને કહ્યું હતું કે તે ખારમાં ડ્રોનનો વ્યવસાય ચલાવે છે, તેણે સોમવારે સ્થળ પર પ્રવેશ મેળવવા માટે પોતાને ઁસ્ર્ં અધિકારી તરીકે ઓળખાવી હતી. તેણે તેમને પોતાનું ઓળખપત્ર પણ બતાવ્યું હતું, જે સુરક્ષા અધિકારીઓને નકલી જણાયું હતું.

બોડીગાર્ડ પાસે લાઇસન્સ પ્રાપ્ત બંદૂક હોવાનું બહાર આવ્યા પછી પારેખ અને તેના ભૂતપૂર્વ સૈનિક, બોડીગાર્ડને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે બંનેની પૂછપરછ કરી અને બાદમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ જાેગવાઈઓ હેઠળ નોંધાયેલી હ્લૈંઇ હેઠળ તેમની ધરપકડ કરી, જેમાં જાહેર સેવકનો ઢોંગ અને હથિયાર સાથે ગેરકાયદેસર પ્રવેશનો સમાવેશ થાય છે. બંનેને ૧૧ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે તેમને સોમવારે સંકુલમાં તેમની મુલાકાત અને મંગળવારે પીએમ મોદીની મુલાકાત વચ્ચે કોઈ સંબંધ મળ્યો નથી.

પીએમ મોદી કન્વેન્શન સેન્ટરમાં હાજર રહેવાના છે જ્યાં વિશ્વના સૌથી મોટા ફિનટેક પ્લેટફોર્મ તરીકે ઓળખાતા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (ય્હ્લહ્લ) ૨૦૨૬નું આયોજન થઈ રહ્યું છે. તે ૮ સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને ૧૧ સપ્ટેમ્બર સુધી જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ચાલુ રહેશે.