રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે બેંગલુરુ અને મુંબઈને જાેડતી ‘વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ‘ને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ સેવા શરૂ થવાથી બે મોટા મહાનગરો વચ્ચે રાત્રિ દરમિયાન રેલ સંપર્ક વધુ મજબૂત બનશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૧૬ કોચ ધરાવતી આ વંદે ભારત સ્લીપર ટ્રેન બેંગલુરુના સર એમ. વિશ્વૈશ્વરૈયા ટર્મિનલ (જીસ્ફ્) થી રવાના થઈ છે અને તે સોમવારે સવારે ૬:૧૫ વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (ઝ્રજીસ્) ખાતે પહોંચશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જાેશી અને એચ. ડી. કુમારસ્વામી, રાજ્ય મંત્રીઓ વી. સોમન્ના અને શોભા કરંદલાજે, તથા સંસદ સભ્યો તેજસ્વી સૂર્યા, પી. સી. મોહન અને સી. એન. મંજુનાથ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે, આ ટ્રેનની નિયમિત સેવાઓ મુંબઈ-બેંગલુરુ દિશામાં ૨ નવેમ્બરથી અને પરત દિશામાં ૩ નવેમ્બરથી શરૂ થશે.
બેંગલુરુથી મુંબઈ જતી ટ્રેન નંબર ૨૭૬૫૨ અઠવાડિયામાં છ દિવસ (સોમવાર સિવાય) દોડશે. તે સાંજે ૭:૪૫ વાગ્યે જીસ્ફ્ બેંગલુરુથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧:૫૫ વાગ્યે ઝ્રજીસ્ મુંબઈ પહોંચશે.
પરત દિશામાં, ટ્રેન નંબર ૨૭૬૫૧ સાંજે ૮:૧૦ વાગ્યે ઝ્રજીસ્ મુંબઈથી ઉપડશે અને બીજા દિવસે બપોરે જીસ્ફ્ બેંગલુરુ પહોંચશે. આ સેવા અઠવાડિયામાં છ દિવસ (મંગળવાર સિવાય) કાર્યરત રહેશે.
દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું, “જેઓ એક સમયે યુપી (ઉત્તર પ્રદેશ)થી આવ્યા હતા, તેમને યુપીમાંથી જ બહાર કાઢી મૂકવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું, “૨૦૨૭માં એવી વિદાય આપવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો ફરી ક્યારેય પાછા આવી શકશે નહીં.”
રામલીલા મેદાનને “લોકશાહીની હલ્દીઘાટી” ગણાવતા યાદવે કહ્યું, “જનતાનું વિશાળ સમર્થન અને ક્રાંતિના નારા એ વાતનો પુરાવો છે કે ગમે તે ક્ષણે પરિવર્તન આવી શકે છે.”

