૧ નવેમ્બર ને રવિવારથી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી તેની કિંમત ૨,૮૨૦ રૂપિયા થઈ ગઈ છે. ૧ ઓક્ટોબરના રોજ આ સિલિન્ડરની કિંમત ૨,૮૧૦ રૂપિયા હતી. કોમર્શિયલ એલપીજીના ભાવમાં સતત બીજા મહિને થયેલો આ વધારો છે, જેના કારણે તહેવારોની મુખ્ય મોસમ દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી સંસ્થાઓ પર ખર્ચનો બોજ વધ્યો છે.
દિલ્હીમાં, ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત રવિવારથી ૧૦ રૂપિયા વધીને ૨,૮૨૦ રૂપિયા થઈ ગઈ છે; જ્યારે ૧ ઓક્ટોબરના રોજ તેની કિંમત ૨,૮૧૦ રૂપિયા હતી.
આ ભાવ વધારો વિવિધ મોટા શહેરોમાં અલગ-અલગ છે. મુંબઈમાં કિંમત ૧૦.૫૦ રૂપિયા વધીને ૨,૭૭૫ રૂપિયા થઈ છે, જ્યારે ચેન્નાઈમાં ૧૧.૫૦ રૂપિયાનો વધારો થતાં કિંમત ૨,૯૯૪.૫૦ રૂપિયા પર પહોંચી છે. કોલકાતામાં સૌથી વધુ ૧૭ રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યાં હવે સિલિન્ડરની કિંમત ૨,૯૭૧ રૂપિયા થઈ ગઈ છે.
આ પહેલાં ૧ ઓક્ટોબરના રોજ સિલિન્ડર દીઠ ૬૨.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, અને તે અગાઉ ૧ સપ્ટેમ્બરના રોજ ૯.૫૦ રૂપિયાનો વધારો થયો હતો.
તાજેતરના આ ભાવ વધારા અગાઉ, ઓગસ્ટમાં ૧૯૨ રૂપિયા અને જુલાઈમાં ૧૮૩.૫૦ રૂપિયાનો ઘટાડો સતત બે મહિના સુધી કરવામાં આવ્યો હતો. આ ઘટાડા પહેલાં, જૂન મહિનામાં કોમર્શિયલ એલપીજીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. તે સમયે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં અવરોધો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચા ભાવોને કારણે કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ હતી.
ફેબ્રુઆરીથી જૂન વચ્ચે, ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧,૩૭૩ રૂપિયાનો વધારો થયો હતો — એટલે કે કિંમત ૧,૭૪૦.૫૦ રૂપિયાથી વધીને ૩,૧૧૩.૫૦ રૂપિયા થઈ ગઈ હતી — જે બાદ જુલાઈ અને ઓગસ્ટમાં તેમાં ઘટાડો જાેવા મળ્યો હતો.
દરમિયાન, સુધારેલી દર સૂચિ મુજબ, નવા કનેક્શન માટે ૫ કિલોના ‘ફ્રી ટ્રેડ એલપીજી‘ (હ્લ્ન્) સિલિન્ડરની કિંમત ૧,૯૦૩ રૂપિયા છે, જ્યારે ૫ કિલોના રિફિલની કિંમત ૭૮૨ રૂપિયા છે. છ્હ્લના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૧.૩૭નો વધારો-
સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં થયેલા વધારાને અનુરૂપ, રવિવારથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (છ્હ્લ) એટલે કે વિમાનના ઈંધણના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૧.૩૭નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ફેરફાર સાથે, છ્હ્લના ભાવ પ્રતિ લિટર રૂ. ૧૩૭.૧૨થી વધીને રૂ. ૧૩૮.૫૦ થઈ ગયા છે. સતત ચોથા મહિને વિમાનના ઈંધણના દરમાં વધારો જાેવા મળ્યો છે.
આ તાજેતરના વધારા પહેલાં, ૧ ઓક્ટોબરના રોજ પ્રતિ લિટર રૂ. ૧૬નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. તે પહેલાં, ૧ સપ્ટેમ્બરના રોજ પ્રતિ લિટર રૂ. ૬.૨૮ અને ૧ ઓગસ્ટના રોજ પ્રતિ લિટર રૂ. ૫નો વધારો કરવામાં આવ્યો હતો.
કોઈપણ એરલાઇનના સંચાલન ખર્ચમાં વિમાનના ઈંધણનો હિસ્સો ૪૦ ટકા સુધી હોય છે, તેથી છ્હ્લના ભાવમાં સતત થઈ રહેલો વધારો એરલાઇન કંપનીઓ પર આર્થિક બોજ વધારી શકે છે.
આ ફેરફારો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં થતા ફેરફારો અને રૂપિયા-ડોલરના વિનિમય દર પર આધારિત હોય છે. છ્હ્લ અને ન્ઁય્ના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવે છે. સ્થાનિક કર (જેમ કે ફછ્) ને કારણે વિવિધ રાજ્યોમાં તેના ભાવ અલગ-અલગ હોઈ શકે છે.
ઘરગથ્થુ ન્ઁય્, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં-
ઘરોમાં વપરાતા ન્ઁય્ (રસોઈ ગેસ)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પ્રતિ ૧૪.૨ કિલોના સિલિન્ડર દીઠ રૂ. ૯૪૨ પર યથાવત છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી કટોકટીને કારણે પુરવઠામાં અવરોધ આવતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જાના ભાવમાં ઉછાળો આવતા, માર્ચથી જૂન વચ્ચે ઘરગથ્થુ રસોઈ ગેસના દરમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૮૯નો વધારો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી; મે મહિનામાં તેમાં પ્રતિ લિટર લગભગ રૂ. ૭.૫૦નો વધારો કરવામાં આવ્યો હતો.

