દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર દાન ચોરીના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો.
SIT અહેવાલ મુજબ, તપાસકર્તાઓએ ઝ્રઝ્ર્ફ ફૂટેજ અને અન્ય પુરાવાઓની તપાસ કરી છે અને કેસમાં તમામ આરોપીઓની ઓળખ કરી લીધી છે. ટીમે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે તપાસ મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે અને ૨૫ સપ્ટેમ્બર સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
દાન ચોરીના કેસમાં જીૈં્ દ્વારા તમામ આરોપીઓની ઓળખ
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જીૈં્ વતી સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દાનની રકમ અને વસ્તુઓની ચોરીમાં કથિત રીતે સામેલ તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.
SIT કહ્યું કે તેમની પાસે કેસના સમર્થનમાં મોટી માત્રામાં દસ્તાવેજી અને ઈલેક્ટ્રોનિક પુરાવા છે. તેમાં તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ઝ્રઝ્ર્ફ ફૂટેજ અને અન્ય ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સનો સમાવેશ થાય છે.
ટીમે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે દાન સાથે સંકળાયેલી કિંમતી વસ્તુઓની રસીદ સોફ્ટવેર દ્વારા જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ આ વસ્તુઓને જીમ્ૈંના લોકરમાં રાખવામાં આવે છે.
૨૫ સપ્ટેમ્બર સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે
જીૈં્એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તપાસ મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ રચાયેલી વિશેષ ન્યાયાધીશની કોર્ટ સમક્ષ ૨૫ સપ્ટેમ્બર સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાનું આયોજન છે.
સુપ્રીમ કોર્ટે જીૈં્ના સ્ટેટસ રિપોર્ટને રેકોર્ડ પર લીધો અને તપાસની વર્તમાન સ્થિતિની નોંધ લીધી.
કાર્યભાર સંભાળ્યા બાદ જીતેન્દ્ર મિશ્રાએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી
લગભગ ત્રણ અઠવાડિયા પહેલા, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ ઝ્રઈર્ં તરીકે નિયુક્ત થયેલા એર માર્શલ (નિવૃત્ત) જીતેન્દ્ર મિશ્રાએ કાર્યભાર સંભાળ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. મિશ્રાએ કહ્યું કે તેઓ ૫,૫૮૫ અરજદારોમાંથી પસંદગી પામવા બદલ પોતાને ભાગ્યશાળી માને છે અને આ નિમણૂકને ભગવાન રામના આશીર્વાદ ગણાવ્યા હતા.
સાથેજ તેમણે કહ્યું હતું કે, વાયુસેનામાં ૪૩ વર્ષની સેવા બાદ તેમને શ્રી રામ મંદિર અને તેના ભક્તોની સેવા કરવાની તક મળી છે. મિશ્રાએ પસંદગી સમિતિ અને મંદિર ટ્રસ્ટનો પણ આભાર માન્યો અને કહ્યું કે તેઓ આ જવાબદારી સારી રીતે નિભાવવાની ક્ષમતા ધરાવવાની આશા રાખે છે. ત્રણ ઉમેદવારોની શોર્ટલિસ્ટમાંથી તેમની પસંદગી કરવામાં આવી હતી. મંદિરના દાનમાં કથિત ઉચાપતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ નિમણૂક કરવામાં આવી હતી; આ મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ચંપત રાયે જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું હતું.

