મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભિવંડીના દિવે-અંજુર ગામ નજીક NH-3 (નાશિક હાઇવે) ઉપર ૧૦૦ મીટર લાંબો અને ૧,૪૦૫ મેટ્રિક ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં પૂર્ણ કરવામાં આવેલો આ પ્રથમ સ્ટીલ બ્રિજ છે.
આ બ્રિજની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેનું નિર્માણ લોન્ચિંગ સ્થળથી લગભગ ૧,૩૦૦ કિલોમીટર દૂર તમિલનાડુના ત્રિચી ખાતે આવેલી વર્કશોપમાં કરવામાં આવ્યું છે. તૈયાર સ્ટીલ માળખાને ટ્રેલર્સ દ્વારા મહારાષ્ટ્ર લાવવામાં આવ્યું અને સાઇટ પર તેનું એસેમ્બલી કરીને સ્થાપન કરવામાં આવ્યું.
આ માત્ર એક સ્થળે તૈયાર કરીને બીજા સ્થળે સ્થાપિત કરવામાં આવેલું સ્ટીલ માળખું નથી, પરંતુ દેશના જટિલ અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાના નિર્માણ અને સપ્લાયમાં ભારતની વધતી સ્વદેશી ક્ષમતાનું ઉદાહરણ છે.
બ્રિજના નિર્માણમાં ડિઝાઇન, ડ્રોઇંગ અને નિર્ધારિત ટેકનિકલ ધોરણો અનુસાર ચોકસાઈપૂર્વક કટિંગ, ડ્રિલિંગ, વેલ્ડિંગ અને પેઇન્ટિંગનું કાર્ય કરવામાં આવ્યું.
સ્ટીલની દરેક પ્રોડક્શન બેચનું અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ (ેં્) કરવામાં આવ્યું. વેલ્ડર અને સુપરવાઇઝર્સને આંતરરાષ્ટ્રીય વેલ્ડિંગ નિષ્ણાતો દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા.
આ પ્રોજેક્ટ ભારતની વધતી સ્વદેશી ટેકનિકલ અને સામગ્રી નિર્માણ ક્ષમતાને દર્શાવે છે અને દેશના હાઇ-સ્પીડ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં *‘મેક ઇન ઇન્ડિયા’*ની ભાવનાને રેખાંકિત કરે છે.
હાઇ-સ્પીડ રેલ માટે ચોકસાઈપૂર્ણ એન્જિનિયરિંગ
સાઇટ પર ૧૦૦ મીટર લાંબા બ્રિજને જમીનથી લગભગ ૧૭.૫ મીટરની ઊંચાઈએ કામચલાઉ ટ્રેસ્ટલ્સ પર ૨૨ સ્કિડ એરેન્જમેન્ટ અને ૫૪,૦૭૬ ્ર્િ-જીરીટ્ઠિ ્અॅી ૐૈખ્તર જીંિીહખ્તંર મ્ર્ઙ્મંજ (્ૐજીમ્)ની મદદથી એસેમ્બલ કરવામાં આવ્યો.
બ્રિજની ટકાઉ ક્ષમતા અને વાઇબ્રેશન કંટ્રોલને વધુ સક્ષમ બનાવવા માટે ઝ્ર૫ પ્રોટેક્ટિવ પેઇન્ટિંગ સિસ્ટમ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સની જાેગવાઈ કરવામાં આવી છે.
એસેમ્બલી પૂર્ણ થયા બાદ બે હોલો જેક્સ, જેમાં દરેકની ક્ષમતા ૧૫૦ મેટ્રિક ટન છે, તેમજ પ્રી-ટેન્શન કરાયેલા સ્ટ્ઠષ્ઠટ્ઠઙ્મર્ઙ્મઅ મ્ટ્ઠજિની મદદથી ઓટોમેટિક મિકેનિઝમ દ્વારા બ્રિજને નિર્ધારિત સ્થાન સુધી ખેંચીને સ્થાપિત કરવામાં આવ્યો.
હાઇવે પરના વાહનવ્યવહારમાં ન્યૂનતમ અસુવિધા થાય તે સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાત્રિના ટ્રાફિક બ્લોક દરમિયાન સાવચેતીપૂર્વકના આયોજન અને ચોકસાઈ સાથે કરવામાં આવી.
સ્ટીલ બ્રિજ ખાસ કરીને હાઇવે, એક્સપ્રેસવે, મોટી નદીઓ અને રેલવે લાઇનોને પાર કરવા માટે યોગ્ય હોય છે, જ્યાં વધુ લંબાઈના સ્પાનની જરૂરિયાત હોય છે.
• બ્રિજની લંબાઈ: ૧૦૦ મીટર
• મુખ્ય બ્રિજનું વજન: ૧,૪૦૫ મેટ્રિક ટન
• બ્રિજની ઊંચાઈ: ૧૪ મીટર
• બ્રિજની પહોળાઈ: ૧૪ મીટર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ ૨૮ સ્ટીલ બ્રિજ પ્રસ્તાવિત છે, જેમાંથી ૧૬ સ્ટીલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

