National

આજે પ્રધાનમંત્રી મોદી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસના ૧૦મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે તા. ૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યે યશોભૂમિ, નવી દિલ્હી ખાતે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ના ૧૦મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે.

ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમ ૭ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન યોજાશે. ૈંસ્ઝ્ર ૨૦૨૬ની થીમ “સ્કેલ વિધાઉટ બાઉન્ડ્રીઝ” (સીમાઓ વિનાનો વિસ્તાર) છે, જે ડિજિટલ નવીનતા, આગામી પેઢીની કનેક્ટિવિટી અને ટેકનોલોજી-સંચાલિત વિકાસમાં ભારતની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે.

ૈંસ્ઝ્ર ૨૦૨૬ના ચાર મુખ્ય સ્તંભો હશે – સૃષ્ટિ: ભવિષ્યનું નિર્માણ; સંવર્ધન: વિકાસને વેગ; સશક્ત: તકોનો વિસ્તાર; અને સુરક્ષા: વિશ્વાસનું મજબૂતીકરણ. તે નવીનતા અને આગામી પેઢીના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી-સંચાલિત આર્થિક વિકાસ, સમાવેશી ડિજિટલ પહોંચ, અને સુરક્ષિત તથા સ્થિતિસ્થાપક ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ૈંસ્ઝ્ર ૨૦૨૬ ડિજિટલ ઇકોસિસ્ટમમાં ઉભરતી તકોની શોધ કરવા માટે વૈશ્વિક ટેકનોલોજી લીડર્સ, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને ઇનોવેટર્સને એકસાથે લાવશે.

૨૦૨૬નું સંસ્કરણ નવ સ્થાપિત મુખ્ય ક્ષેત્રોને આવરી લેશે, જેમાં ૫ય્ અને ૬ય્, નેક્સ્ટ-જનરેશન છૈં નેટવર્ક્સ, સેમિકન્ડક્ટર્સ, નોન-ટેરેસ્ટ્રિયલ નેટવર્ક્સ, સાયબર સિક્યુરિટી, ક્વોન્ટમ કમ્યુનિકેશન, એન્ટરપ્રાઇઝ ટ્રાન્સફોર્મેશન, સર્ક્યુલર ઇકોનોમી અને ઈજીય્, અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ચાર નવા ક્ષેત્રો – સ્માર્ટ મોબિલિટી, સ્ટેડિયમ એક્સપિરિયન્સ, ઔદ્યોગિક રોબોટિક્સ અને ટ્રાન્સપોર્ટ ટેકનોલોજીમાં પણ તેના ક્ષેત્રીય ફોકસનો વિસ્તાર કરશે.

ૈંસ્ઝ્ર ૨૦૨૬માં ૧૦૦થી વધુ દેશોમાંથી ૧.૫ લાખથી વધુ ઉપસ્થિતો આકર્ષિત થવાની અપેક્ષા છે, જેમાં ૫૦૦+ ભાગીદારો અને પ્રદર્શનકર્તાઓ, ૬૦૦+ સ્ટાર્ટઅપ્સ અને ૯૦૦+ વિચારશીલ નેતાઓ (થોટ લીડર્સ) ની ભાગીદારી હશે. આ કાર્યક્રમમાં ૨,૦૦૦થી વધુ ટેકનોલોજી યુઝ કેસ અને ૧૨૦થી વધુ સત્રો રજૂ કરવામાં આવશે.