National

કેન્દ્રીય મંત્રીશ્રી પિયૂષ ગોયલે ભારત–અમેરિકા વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત કરવા ન્યૂયોર્કમાં અગ્રણી યુ.એસ. કંપનીઓ સાથે બેઠકો યોજી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલે આ સપ્તાહે ન્યૂયોર્કમાં અગ્રણી યુ.એસ. કંપનીઓના વિશાળ શ્રેણીના વરિષ્ઠ નેતાઓ સાથે ભારત–અમેરિકા વેપારને મજબૂત કરવાની તકો અંગે ચર્ચા કરવા અને અગ્રણી યુ.એસ. કંપનીઓને ભારતમાં રોકાણની તકો શોધવા માટે આમંત્રિત કરવા શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.

શ્રી ગોયલ બ્લેકસ્ટોનના પ્રેસિડેન્ટ અને ર્ઝ્ર્રંં શ્રી જાેનાથન ગ્રે અને બ્લેકસ્ટોનના ઇન્ટરનેશનલ પ્રાઇવેટ ઇક્વિટી બિઝનેસના ચેરમેન શ્રી પ્રકાશ મેલવાનીને મળ્યા હતા. મુખ્ય ક્ષેત્રોમાં ભારતમાં બ્લેકસ્ટોનના રોકાણો અને ભાગીદારીનો વિસ્તાર કરવા પર ચર્ચા કેન્દ્રિત રહી હતી.

મંત્રીશ્રી ન્યુબર્ગર બર્મનના ચેરમેન અને ઝ્રઈર્ં શ્રી જ્યોર્જ વોકર અને તેમની લીડરશીપ ટીમના વરિષ્ઠ સભ્યોને મળ્યા હતા. ચર્ચામાં રોકાણના જાેડાણોને ઊંડા કરવાની અને નાણાકીય તથા વેલ્થ મેનેજમેન્ટ સેવાઓમાં જાેડાણને મજબૂત કરવાની તકો આવરી લેવામાં આવી હતી.

શ્રી ગોયલ ધી એસ્ટે લોડર કંપનીઝના પ્રેસિડેન્ટ અને ઝ્રઈર્ં શ્રી સ્ટેફન ડી લા ફેવરીને મળ્યા હતા. તેઓએ ઉત્પાદન અને સોર્સિંગમાં વધારા દ્વારા અને ભારતના વધતા જતા બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ સહિત ભારતમાં વૃદ્ધિની તકો અંગે ચર્ચા કરી હતી.

ૈંમ્સ્ના ચેરમેન અને ઝ્રઈર્ં શ્રી અરવિંદ કૃષ્ણા સાથેની તેમની બેઠકમાં, ભારતમાં ૈંમ્સ્ના જાેડાણને વધુ મજબૂત કરવા અને છૈં, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને અન્ય ઉભરતી ટેકનોલોજીઓમાં સહયોગ વિસ્તારવા પર ચર્ચા કેન્દ્રિત રહી હતી.

મેટલાઇફના પ્રેસિડેન્ટ અને ઝ્રઈર્ં શ્રી મિશેલ એ. ખલાફ સાથેની તેમની બેઠકમાં, ભારતમાં કંપનીની વૃદ્ધિની તકો અને વિસ્તરતા વીમા અને નાણાકીય સેવા ક્ષેત્ર પર ચર્ચા કેન્દ્રિત હતી.

મંત્રીશ્રી જનરલ એટલાન્ટિકના ચેરમેન અને ઝ્રઈર્ં શ્રી વિલિયમ ઇ. ફોર્ડને મળ્યા હતા, અને ભારત સાથે કંપનીના રોકાણ અને વ્યાપારિક જાેડાણને વધુ ઊંડું કરવાની તકો અંગે ચર્ચા કરી હતી.

શ્રી ગોયલ એઆઈએ ગ્રુપના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી માર્ક ટકરને પણ મળ્યા. ચર્ચાઓ મુખ્યત્વે ભારતમાં એઆઈએની પ્રવૃત્તિઓ અને વીમા અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં તકો પર કેન્દ્રિત હતી, જેમાં ભારતના ‘૨૦૪૭ સુધીમાં બધા માટે વીમો‘ ના વિઝનનો સમાવેશ થાય છે.

આ બેઠકોએ નાણાકીય સેવાઓ, ઉત્પાદન, ઊર્જા, ટેકનોલોજી, છૈં અને અન્ય ક્ષેત્રોમાં ભારતની વૃદ્ધિની સંભાવનાઓ અને રોકાણની તકો તથા ભારત–અમેરિકા આર્થિક અને વાણિજ્યિક સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો અંગે ચર્ચા કરવાની તક પૂરી પાડી હતી.