National

‘નારી સશક્ત તો સમાજ સશક્ત અને સમાજ સશક્ત તો દેશ સશક્ત’

‘નારી સશક્ત તો સમાજ સશક્ત અને સમાજ સશક્ત તો દેશ સશક્ત”: કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ પિંક ઈ-રિક્ષા ચાલક બહેનો સાથે સંવાદ કરી તેમના આર્ત્મનિભરતાના પ્રયાસોને બિરદાવ્યા

એકતાનગર ખાતે નારી શક્તિના આર્ત્મનિભરતા તરફના સંકલ્પ અને સાહસને પ્રોત્સાહન આપતા ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ પિંક ઈ-રિક્ષા ચલાવી આર્ત્મનિભર બની રહેલી મહિલા ચાલક બહેનો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ બહેનોના અનુભવો, તેમની રોજગારી તથા પરિવારના જીવનમાં આવેલા પરિવર્તન અંગે રસપૂર્વક જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ મહિલાઓના આર્ત્મનિભરતા તરફના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “નારી સશક્ત તો સમાજ સશક્ત અને સમાજ સશક્ત તો દેશ સશક્ત.” તેમણે જણાવ્યું કે, મહિલાઓ જ્યારે પોતે પગભર બનીને પરિવારની જવાબદારી નિભાવે છે ત્યારે તે માત્ર પોતાના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને નવી દિશા આપે છે.

મંત્રીશ્રીએ પિંક ઈ-રિક્ષા ચલાવી રહેલી બહેનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ કામ નાનું નથી હોતું. જીવનમાં કરવામાં આવતું દરેક કામ મહેનત, હિંમત અને આત્મવિશ્વાસથી કરવામાં આવે તો તે ગૌરવપૂર્ણ બની જાય છે. દરેક વ્યક્તિએ પોતાના કામને શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયત્ન કરવો જાેઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે ત્યારે સમાજ પણ તેની નોંધ લે છે. આજે દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો એકતાનગર ખાતે પિંક ઈ-રિક્ષાના આ મોડલનો અભ્યાસ કરવા આવી રહ્યા છે, જે આ પહેલની સફળતા અને તેની પ્રેરણાદાયી અસર દર્શાવે છે.

પિંક ઈ-રિક્ષા ચલાવીને રોજગારી મેળવી રહેલી બહેનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તમે રિક્ષા ચલાવો છો તે માત્ર રોજગાર નથી, પરંતુ તમારા બાળકો માટે પણ એક મોટી પ્રેરણા છે. માતાને મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જાેઈને બાળકોમાં પણ જીવનમાં આગળ વધવાની અને કંઈક બનવાની પ્રેરણા જન્મે છે.

તેમણે જણાવ્યું હતું કે, મહેનતથી મેળવેલી કમાણીનું પોતાનું વિશેષ ગૌરવ હોય છે. પરિશ્રમથી જ્યારે ઘરમાં આવક આવે છે ત્યારે તે પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવવાની સાથે આત્મવિશ્વાસ અને સ્વાભિમાન પણ વધારે છે.

પિંક ઈ-રિક્ષા ચલાવી રહેલી બહેનોની હિંમત અને સંઘર્ષમાંથી પોતે પણ પ્રેરણા મેળવી હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે, તેઓ અનેક લોકોને આ બહેનોની વાત કરે છે કે, કેવી રીતે આપણી બહેનો હિંમતપૂર્વક પોતાનું ગુજરાન ચલાવી રહી છે અને પોતાના દીકરા-દીકરીઓને એક ધ્યેય સાથે શિક્ષણ અપાવી રહી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી રોજગારીની તકો સાથે વધુમાં વધુ બહેનોને જાેડવી જાેઈએ. પિંક ઈ-રિક્ષા જેવી પહેલ મહિલાઓને સ્વાવલંબી અને આર્ત્મનિભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. તેમણે બહેનોને આ પહેલ સાથે અન્ય મહિલાઓને પણ જાેડવા અને તેમને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવા નાના-નાના પગલાંથી જ દેશની પ્રગતિને વેગ મળે છે અને આર્ત્મનિભર ભારતના નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન મહત્વપૂર્ણ બની રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એકતાનગરમાં પિંક ઈ-રિક્ષા પ્રોજેક્ટ મહિલાઓ માટે રોજગાર અને આર્ત્મનિભરતાનું પ્રેરણાદાયી મોડલ બની રહ્યો છે. હાલમાં ૯૦ જેટલી બહેનો પિંક ઈ-રિક્ષા પ્રોજેક્ટ સાથે જાેડાઈને રોજગાર મેળવી આર્ત્મનિભર બની રહી છે. જ્યારે અગાઉ આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલી ૩૫ જેટલી બહેનોએ પોતાની પિંક ઈ-રિક્ષા ખરીદી સ્વરોજગાર મેળવી રહી છે. પિંક ઈ-રિક્ષા પ્રોજેક્ટ દ્વારા મહિલાઓને રોજગારીની તક મળવાની સાથે તેમના પરિવારની આવકમાં વધારો થયો છે અને મહિલાઓમાં આત્મવિશ્વાસ, સ્વાવલંબન તથા સામાજિક સશક્તિકરણની ભાવના વધુ મજબૂત બની છે.

એકતા નર્સરી ખાતે યોજાયેલા આ સંવાદ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, વન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.