National

પોલીસ કેટલી તત્પરતાથી કામ કરે તે જાેવા ૈંઁજી અધિકારીએ વેશ બદલીને લીધી પરીક્ષા

ઔરૈયા
પોલીસની તત્પરતા ચકાસવા માટે ઉત્તર પ્રદેશના એક વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીએ અનોખી રીત અપનાવી હતી અને વેશ બદલીને ઈમરજન્સી નંબર ડાયલ કરીને હથિયારબંધ લૂટની નકલી સૂચના આપી હતી. ખુશીની વાત એ છએ કે, પોલીસકર્મી આ ટેસ્ટમાં પાસ થઈ ગયા હતાં. આઈપીએસ અધિકારી ચારુ નિગમ ઔરૈયામાં પોલીસ અધિક્ષકના પદ પર તૈનાત છે. ગુરુવારે તેમને એક કુર્તો પહેર્યો અને દુપટ્ટાથી મોં ઢાંકીને ચશ્મા લગાવીને આવ્યા, જેથી સ્થળ પર હાજર કર્મચારીઓ તેમને ઓળખી શકે નહીં. ત્યાર બાદ તેમણે ઈમરજન્સી સેવા નંબર ૧૧૨ ડાયર કર્યો અને પોતાની જાતને લૂંટનો શિકાર ગણાવી. તેમણે કહ્યું કે, હું સરિતા ચૌહાણ વાત કરી રહ્યું છું અને મને બે હથિયાર બંધ લોકોએ લૂટી લીધી છે. ટિ્‌વટર પર ઔરૈયા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અને તસ્વીરમાં ૈંઁજી ચારુ નિગમે વેરાન રસ્તા પર ઊભા રહીને ફોન કરતા જાેઈ શકાય છે. તેમના કોલના જવાબમાં ત્રણ પોલીસકર્મી ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓએ મહિલાની ફરિયાદ સાઁભળી અને પૂછપરછ કરી, પણ તેઓ એ નહોતા જાણતા કે તેમની જ ટોપ અધિકારી તેમના કામકાજનું નિરીક્ષણ કરી રહી છે. એક કલાક સુધી વાહનોની ચકાસણી કર્યા બાદ ટીમને અનુભવ થયો કે, ફરિયાદ કરનારી મહિલા ડરેલી અને ગભરાયેલી તેમની જ સિનિયર ઓફિસર છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ટિ્‌વટર મુજબ ૈંઁજી ચારુ નિગમ સ્થાનિક પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ચેક કરવા માગતા હતા, જે તેમને સંતોષજનક લાગ્યો હતો.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *