ભરત ગંગદેવ
અમરેલી ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ચૂંટણી પ્રક્રિયાને લઈ આદર્શ આચારસંહિતા અમલી છે. મુદ્રણાલયમાં છાપેલા ચૂંટણી અંગેના કોઇપણ સાહિત્ય પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા સ્પષ્ટપણે દર્શાવવા ફરજિયાત છે. ચૂંટણી પ્રક્રિયા શરુ હોય, વ્યક્તિગત અથવા રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી અંગે જુદી-જુદી પત્રિકાઓ, પેમ્ફલેટ્સ કે પોસ્ટરરો જેવા સાહિત્ય પ્રેસમાં છપાવવામાં આવે તેની ૪ નકલો અને પ્રેસના માલિકે (પ્રકાશકે) “નમૂના-ક” માં કરેલ એકરારપત્ર (ડેકલરેશન) તેમજ પ્રસિધ્ધ કરનાર વ્યાક્તિએ “નમૂના-ખ”માં કરેલ એકરારપત્ર (ડેકલરેશન) સાથે સાહિત્ય છાપકામના ચાર પત્રોની નકલ અત્રેની કચેરીએ તથા બે નકલો સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને મોકલવા દરેક પ્રેસ માલિકો-સંચાલકોને લખવામાં આવેલ પત્રોની નકલો અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમરેલીની કચેરીએ ચાર દિવસ સુધીમાં મોકલી આપવાની રહેશે.
