Gujarat

રાધનપુરમાં ધારાસભ્યની હોસ્પિટલના સ્વાસ્થ્ય કાર્ડની પરવાનગી કરવામાં આવી રદ

પાટણ
રાધનપુરમાં ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા તેમની માતૃશ્રીના નામે બાવીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ હોસ્પિટલમાં ગરીબ જનતાને મફત સારવાર મળી રહેં એ માટે સ્વાસ્થ્ય કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે,આ સ્વાસ્થ્ય કાર્ડ લઇ હોસ્પિટલમાં જનારને તમામ પ્રકારની સારવાર મફતમાં મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે.ચૂંટણી જાહેર થતાં સ્વાસ્થ્ય કાર્ડના વિતરણ માટે પ્રાંત અધિકારી પાસે લેખિતમાં રજૂઆત કરીને પરવાનગી માંગવામાં આવતા શુક્રવારે સ્વાસ્થ્ય કાર્ડના વિતરણની પરવાનગી આપવામાં આવી હતી,પરંતુ ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોર દ્વારા કાર્ડમાં ધારાસભ્યનો ફોટો હોવાથી આચારસંહિતાનો ભંગ થતો હોવાથી પરવાનગી રદ કરવાની ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવતા પ્રાંત અધિકારીએ પરવાનગી રદ કરતાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે. ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા બનાવવામાં આવેલી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કાર્ડના વિતરણ માટે દેવજીભાઈ બાલાભાઈ લોઢા દ્વારા પરવાનગી માંગવામાં આવતા શુક્રવારે પરવાનગી આપવામાં આવી હતી. રાધનપુર-સાંતલપુર-વારાહી અને સમી પોલીસ સ્ટેશનના અભિપ્રાયો,રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓના અભિપ્રાયો વંચાણે લઈને સ્વાસ્થ્ય કાર્ડના વિતરણની પરવાનગી આપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આચારસંહિતાનો અમલ કરવાની શરતે ત્રણેય તાલુકામાં સ્વાસ્થ્ય કાર્ડ વિતરણના સ્ટોલ મુકવાની પરવાનગી આપવામાં આવી હતી.જાે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોરે સ્વાસ્થ્ય કાર્ડ વિતરણ અટકાવવા ચૂંટણી અધિકારી(પ્રાંત અધિકારી )ને ટેલિફોનિક ફરિયાદ કરતાં આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જણાવી પરવાનગી બીજા જ દિવસે શનિવારે રદ કરી દેતા રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે.હજુ ભાજપ,કોંગ્રેસ કે અન્ય ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા નથી ત્યાં ઘર્ષણ ચાલુ થઇ ગયું છે. ધારાસભ્ય રઘુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ગરીબ, ખેડૂત અને વંચિત લોકોને મફત સારવાર મળે એ માટે સ્વાસ્થ્ય કાર્ડ તૈયાર કરાયું છે.મારાં વિસ્તારના ૪૪૬૮૫ લોકો સુધી આ સ્વાસ્થ્ય કાર્ડ પહોંચાડવાનો અમારો ટાર્ગેટ છે.પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરને શું વાંધો પડ્યો..?? આ વિસ્તારની જનતા કિન્નાખોરી નહી સાંખી લે એનો મને વિશ્વાસ છે.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *