ગીરના વન્યપ્રાણીઓ નજીકના ગામોમાં આવતા હોય અને થોડી દિવસ પહેલા ગીરગઢડામાં સિંહે રસ્તા પરજ ગાયનું મારણ કર્યુ હતું. ત્યાં ગત રાત્રીના ઉનાના વાજડી ગામની મધ્યે સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી.
નવી વાજડી ગામની મધ્યમાં આવેલ પ્લોટ વિસ્તારના રહેણાંક મકાન પાસે મોડી રાત્રીના સમયે સિંહ આવી ચઢતા શહેરી વિસ્તારોમાં અફડા તફડી મચી ગયેલ હતી. અને રહેણાંક મકાન સામે રસ્તા પર સિંહે એક ગાય પર હુમલો કરી મારણ કર્યુ હતું. બાદમાં મિજબાની માણતા રહીસોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઇલમાં કેદ કરેલ જે સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ હતો.


