Gujarat

લોકલ ક્રાઇમ બાન્ચ, છોટાઉદેપુર દ્વારા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ ઇસમોને કુલ કિ.રૂ.૧,૩૯,૦૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લો નાઓના દ્વારા સમગ્ર છોટાઉદેપુર જીલ્લામાં જુગાર રમવાની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ જુગાર બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રીઓ તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…… જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હીકકત મળેલ કે ડુંગરગામ ધામણવા ફળીયાની સીમમાં આવેલ સ્મશાન નજીક કેટલાક ઇસમો પત્તાપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે જુગારની પ્રવૃતિ ચાલતી હતી ત્યાં છોટાઉદેપુર એલ.સી.બી. દ્વારા રેઇડ કરતા કરવામાં આવેલ સ્થળ ઉપરથી પાંચ ઇસમોને પત્તા-પાના તથા રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી પકડી પાડેલ તથા બીજા ઇસમો જંગલ ઝાડીનો લાભ લઇ નાશી છુટેલ તેઓ તમામ વિરૂધ્ધ પાનવડ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221106-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *