છોટાઉદેપુર જિલ્લામાં દેવ દિવાળીનો પ્રારંભ થતાં ગ્રામીણ વિસ્તારમાં ઉજવાતો દેવ દિવાળીના પર્વનો થનગનાટ જોવા મળી રહ્યો છે. જોકે શનિવારે ભરાયેલ પ્રથમ દેવ દિવાળીના હાટબજારમાં આંશિક ઘરાકી જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ આદિવાસી વિસ્તારમાં દેવ દિવાળી મનાવવાની પ્રથા અકબંધ રીતે જળવાઈ રહી છે. દિવાળીના 15 દિવસ બાદ દેવ દિવાળીના પર્વની ઉજવણી ધામધૂમ રીતે ગ્રામીણ વિસ્તારમાં કરવામાં આવે છે. દરેક ગામમાં અલગ અલગ તારીખે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. ગામમાં સર્વ કુશળ હોય તેવાં સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને રાખી ગામ લોકો દેવ દિવાળી નો વાર નક્કી કરે છે.
આજથી પ્રારંભ તથા દેવ દિવાળીના પર્વને લઈ છોટાઉદેપુર ખાતે પ્રથમ અઠવાડીક શનિવરનો હાટ ભરાતા તેમાં ગ્રામીણ પ્રજા દ્વારા તહેવારને લઈ સામગ્રીની ખરીદી કરી હતી. પરંતુ શનિવારે ભરાયેલ પ્રથમ દેવ દિવાળીના હાટમાં આંશિક ઘરાકી જોવા મળી હતી. જેના મુખ્યત્વે કારણ દિન પ્રતિદિન વધતી મોંઘવારી પણ માની શકાય આ સાથે એવુ પણ માની શકાય કે હવે ગ્રામીણ વિસ્તારોમાંથી જિલ્લામાં રોજગારીના માધ્યમો ઘણા ઓછા હોવાથી મજૂરી અર્થે આદિવાસીઓ પર રાજ્ય તથા પર પ્રાંતમાં જતા રહે છે. જેથી ગામડામાં પણ ઘણી વસ્તી ઓછી જોવા મળે છે. છોટાઉદેપુર વિસ્તારએ આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવે છે.
આજે પણ અકબંધ રીતે જળવાઈ રહી છે. આદિવાસી સમાજમાં ઉજવાતા દેવ દિવાળીના પર્વનું પણ એક ખાસ મહત્વ રહેલું છે. આ પર્વમાં આદિવાસી સમાજ દ્વારા પોતાના દેવોની પૂજા કરવામાં આવે છે. ખેતર, પશુધન અને તેઓની સુરક્ષા તેમજ સુખ, સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાથના અર્ચના કરવામાં આવે છે. ત્યારે પશુધનને રંગવામાં આવે છે. ઢેબરા, ભજીયા, પુરી જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. આનંદ અને ઉલ્લાસ સાથે પોતાનાં પરિવાર સાથે દેવ દિવાળી ની ઉજવણી કરવામાં આવે છે. દેવ દિવાળી દરેક વિસ્તારમાં અલગ અલગ દિવસે ઉજવવાતી હોય એકબીજાને ગામે જઈ તહેવાર ઉજવવાનો લહાવો મળી આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
