સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તો સોમવારે સવારે હિંમતનગરના વેર હાઉસમાં નોડલ અધિકારી અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ચાર વિધાનસભા બેઠકો માટે રેન્ડમાઈઝ થયેલા EVM મશીનની ફાળવણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો ચાર વિધાનસભા માટે 4880 EVM ફાળવાશે તેવું ચુંટણી વિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.EVMનું પ્રથમ રેન્ડેમાઇઝેશન
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર ઇડર ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બર યોજવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઇડર અને હિંમતનગર બેઠકના ઉમેદવારો જાહેર કરાયા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર અને પ્રાંતિજના ઉમેદવારો અગાઉથી જાહેર કરી દીધા છે, તો ભાજપમાં ઉમેદવારો હજી જાહેર થવાના બાકી છે. વિધાનસભાની ચૂંટણીઓને લઈને જિલ્લા ચુંટણી શાખા દ્વારા EVMનું પ્રથમ રેન્ડેમાઇઝેશન સોફ્ટવેરની મદદથી કરી દેવામાં આવ્યું છે.EVM વિધાનસભામાં ફાળવણી કરવાની શરૂઆત
સોમવારે રેન્ડેમાઇઝેશન થયેલા EVM જે તે વિધાનસભામાં ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. તો ઓગસ્ટ મહિનામાં ફર્સ્ટ લેવલનું ચેકિંગ પછી ચૂંટણીની જાહેરાત થઈ છે. જેથી ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ઓગસ્ટનું પ્રથમ રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું છે. તો વિધાનસભામાં નિયુક્ત થયેલા રીટનિંગ ઓફિસરને EVMની ફાળવણીની કામગીરી સોંપવામાં આવી છે.વિધાનસભા વાઈઝ તેનું ફરી સ્કેનિંગ
વિધાનસભા બેઠકના નિયુક્ત કરેલા રિટર્નીગ ઓફિસરો દ્વારા EVMની ફાળવણી હિંમતનગરમાં વેર હાઉસમાંથી પોલીસ બંદોબસ્ત સાથે કર્મચારીઓ અને અધિકારીઓએ સોમવારે સવારે 7 વાગ્યેથી શરૂ કરી હતી. આ કામગીરી મોડી સાંજ સુધી ચાલશે તો પ્રથમ વેરહાઉસમાંથી EVM મશીનને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેને વિધાનસભા વાઈઝ સ્કેન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તે EVM પેટીમાં પેક કરી વિધાનસભા પ્રમાણે અલગ અલગ કરવામાં આવે છે. જ્યાં વિધાનસભા વાઈઝ તેનું ફરી સ્કેનિંગ થાય છે.રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં સીલ કરાશે
સાંજે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મોડી સાંજે પોલીસ બંદોબસ્ત સાથે વિધાનસભાના મુખ્ય મથકે જશે. જ્યાં સ્ટ્રોંગરૂમમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સીલ કરવામાં આવશે. 10% રિઝર્વ સહિત બેલેટ અને કંટ્રોલ યુનિટ પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ કરાયા છે, તો જિલ્લાને 4880 EVMની ફાળવણી કરવામાં આવી છે. બીજી તરફ ચૂંટણીની કામગીરીમાં મોકલવામાં આવનાર તમામ સ્ટાફને તાલીમ આપવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. હિંમતનગર વિધાનસભામાં 338 મતદાન મથક, પ્રાંતિજ વિધાનસભામાં 305 મતદાન મથક, ખેડબ્રહ્મા વિધાનસભામાં 327 મતદાન મથક અને ઈડર વિધાનસભામાં 323 મતદાન મથક આવેલા છે. આમ, જિલ્લાની ચાર વિધાનસભામાં 960 સ્થળે કુલ 1323 મતદાન મથકો આવેલા છે.
