Gujarat

બોડેલી તાલુકા ના ઊંચા કલમ ગામે રોડ સાઈડ પર બિન વારસી હાલત માં કાર માં દારૂ હોવાની બાતમી મળતા બોડેલી પોલીસે સ્થળ પર જઈને કાર નો કબ્જો લીધો અને તપાસ કરતા તેમાંથી 184 નંગ દારૂ ની બોટલો નો જથ્થો મળી આવ્યો હતો

બોડેલી તાલુકા ના ઊંચા કલમ ગામે રોડ સાઈડ પર બિન વારસી હાલત માં કાર માં દારૂ હોવાની બાતમી મળતા બોડેલી પોલીસે સ્થળ પર જઈને કાર નો કબ્જો લીધો અને તપાસ કરતા તેમાંથી 184 નંગ દારૂ ની બોટલો નો જથ્થો મળી આવ્યો હતો. 23888રૂપિયા ના દારૂ સાથે કાર મળીને કુલ રૂપિયા 173888 નો મુદ્દામાલ જપ્ત કરી બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  ઊંચા કલમ ગામે રોડ ની બાજુ માં સિલ્વર કલર ની કાર શંકાસ્પદ હાલત માં પડેલી હોવાની બાતમી મળતા એ એસ આઇ કાલિદાસ ભાઈ સ્ટાફ સાથે ત્યાં પહોંચી કાર નો કબ્જો લીધો અને કાર ની તપાસ કરતા પાછળ ડિકી માંથી સફેદ અને ભૂરા ક્કર ના ચાર ખોખા મળી આવ્યા તેને ખોલતા તેમાંથી બિયર ની 576 અને વ્હિસ્કી ની 184 બોટલો મળી આવી જેની કુલ કિંમત 23888રૂપિયા અને કાર મળીને કુલ 173888 રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *