ચૂંટણી અધિકારીશ્રી ૭૮ જામનગર (ઉતર) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી જામનગર (શહેર) દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારીશ્રી ૭૮-જામનગર (ઉતર) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર જામનગર (શહેર) સમક્ષ મોડામાં મોડું તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો મોકલવાના રહેશે.નામાંકન માટેના ફોર્મ ઉપરોક્ત સ્થળે અને સમયે મળી રહેશે તેમ ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
