Gujarat

૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારે ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ભરી શકાશે

ચૂંટણી અધિકારીશ્રી ૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગ અને પુરવઠા અધિકારીશ્રી જામનગર દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારીશ્રી ૭૯જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર તથા મદદનીશ ચૂંટણી અધિકારી ૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગ અને ચિટનીશ ટુ કલેકટર, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર સમક્ષ મોડામાં મોડું તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં ઉમેદવાર પત્ર મેળવી શકાશે તેમજ રજુ કરી શકાશે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી અને પુરવઠા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, બીજા માળે, જામનગર ખાતે હાથ ધરવામાં આવશે તેમજ તા.૧૭/૧૧/૨૦૨૨ના બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦થી સાંજના ૦૫.૦૦ વાગ્યા વચ્ચે થશે તેવું ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *