જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશાંમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે ૮૬-જૂનાગઢ અને ૮૭-વિસાવદર બેઠકના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને BSFના જવાનો દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
મતદારો નિર્ભય અને આત્મવિશ્વાસ સાથે મતદાન કરી શકે તે માટે તંત્ર વિવિધ કવાયત કરવામા આવી રહી છે. આ સાથે મતદારો મતદાન કરવા માટે પ્રેરિત થાય માટે ચૂંટણી અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા મતદારો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો છે.
લોકાશાહીના આ મહાપર્વમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જોડાઈ તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિતના નેતૃત્વમાં જાગૃતિલક્ષી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. આમ, જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકો પર મહત્તમ મતદાનના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.


