Gujarat

ધનસુરાના ખીલોડિયા ગામે રસ્તોના બનતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

અરવલ્લી
ચૂંટણીઓ નજીક આવે એટલે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પોત પોતાના ગામની માંગણીઓને લઈ ગામ આગેવાનો દ્વારા કોઈને કોઈ રીતે સત્તાધીશોનું નાક દબાવવાના પ્રયાસો કરાતા હોય છે. ત્યારે ધનસુરાના ખીલોડિયા ગામે ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યાં હતા. ધનસુરા તાલુકાના ખીલોડિયા ગામે અલ્વા થી ખીલોડિયા સુધીનો ડામર રોડ વર્ષોથી બિસમાર છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં આ રસ્તા બાબતે રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોની મુશ્કેલી અંગે કોઈ કાર્યવાહી કરાતી નથી. જેથી ગ્રામજનોએ આગામી ૫ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને ગામમાં બેનર લગાવ્યા છે. કોઈપણ પાર્ટીને ગામમાં પ્રવેશ માટે પણ પ્રતિબંધ ફાર્માવવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણીઓ નજીક આવતા જ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનોને લાગતા પ્રશ્નોના ઉકેલની માગ કરી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *