Gujarat

મળતીયાએ આપના ઉમેદવારને ભાંડી બેફામ ગાળો : મારા વિસ્તારમાં આવ્યો તો પતાવી દઈશ !

જેતપુર
 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદમી પાર્ટીએ વધુ શક્રિયતા બતાવતા ભાજપની મૂંઝવણ વધી ગઈ છે. હવે મતદારો પાસે પ્રેમથી સહકાર માંગવાને બદલે ભાજપ તરફના ખાસ  માણસો ગુંડાગરદી પર ઉતરી આવ્યા હોવાનું જેતપુરમાં સાબિત થયું છે.
 ધારાસભ્ય જયેશ રાદડિયાના ખાસ મનાતા સુરેશ સખરેલીયા નામના શખશે આમ આદમી પાર્ટીના કાર્યકરને ફોન ઉપર બીભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતા ભાજપના ગુંડાઓની વરવી વાસ્તવિકતા પ્રજા વચ્ચે આવી રહી છે.
 જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખના પતિ સખરેલીયા સુરેશે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને પોતાના બાવાવાળા વિસ્તારમાં જો કોઈ સભા કે મિટિંગ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
 ત્યારે કહેવાનું તાત્પર્ય છે કે ગુજરાતભરમાં  ભાજપ હવે હાર ભાળી ગયો છે. પ્રજાના મતોથી ભાજપ જીતે એવું લાગતું નથી એટલે ભાજપના સદસ્યોએ કે ભાજપના ઉમેદવારના સમર્થક ગુંડાઓએ આમ આદમી પાર્ટી જેવા પક્ષના કાર્યકરોમાં પોતાની વરવી ગુંદગીરીનું  પ્રદર્શન કરી રહ્યા છે.
 જેતપુર વિસ્તારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં જેતપુરના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાના ખાસ ગણાતા અને જેતપુર નવાગઢ નગરપાલિકા સાથે સંકળાયેલા સુરેશે બેફામ ગાળો ભાંડીને પોતાના મતવિસ્તાર બાવાવાળા પરામાં જો ક્યાંય પણ મીટીંગ કે સભા કરી છે તો જાનથી મારી નાખશે તેરી ધમકી આપીને રીતસરની ગુંડાગીરી મોબાઈલ પર વ્યક્ત કરી હતી.
 સુરેશ જાણે નશામાં વાતો કરતો હોય તેમ આપના કાર્યકર્તા ને ચ અને ભ માં ગાળો ભાંડીને પોતાની દાદાગીરીની હદ વટાવી દીધી હતી. સામે પક્ષે આપના ઉમેદવારે પણ લેસમાત્ર ગેરવર્તન કર્યા વગર સુરેશને માત્ર વિનંતી કરીને શાંતિથી વાત કરવાની વાત કરવા જણાવતા હોવા છતાં સુરેશ વલગર શબ્દો વાપરીને પોતાના હાથે જ  પોતાની આબરૂનું ધોવાણ કર્યું હતું.
ઓડિયો ક્લિપ સાંભળનારા જેતપુર શહેર અને તાલુકા વિસ્તારના બુધ્ધિશાળી નાગરિકોએ ભાજપની વરવી ગુંદગીરીના દર્શન કરી લેતા હવે આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં માત્રને માત્ર આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો સંકલ્પ લીધો હોવાનું ચર્ચાય છે.
ત્યારે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પોતાના આવા સુરેશ  જેવા પાલતુ લોકોને વાણી વિલાસ પર ધ્યાન રાખવાની ટકોર કરવી જોઈએ. અન્યથા  મતદારો ભાજપ તરફથી મોં ફેરવી લેશે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાજપને ભારે પડી જશે તેવું કહ્યું કહેવું અતિશયોક્તિ ભરેલું નથી.
બીજી બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ગાળો ભાંડતા સુરેશની ઓડિયો ક્લિપ જેતપુર તાલુકા વિસ્તારમાં વાયુવેગે ફરી વળતા લોકોએ હવે આમ આદમી પાર્ટીને મત આપીને  ભાજપની ગુંડાગીરીમાંથી મુક્તિ મેળવવાના સંકલ્પ લીધા હોવાની લોકમુખે ચર્ચા જાગી છે.

IMG-20221112-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *