Gujarat

ગુજરાતમાં ચૂંટણી ટાણે ATS, GSTના સમગ્ર રાજ્યમાં ૧૫૦ ઠેકાણે દરોડા

અમદાવાદ
ગુજરાતમાં એટીએસ અને જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરતા આખા રાજ્યમાં ૧૫૦ જગ્યા પર દરોડા પાડ્યા છે. કહેવાય છે કે, અમદાવાદ, ભરુચ, સૂરત, ભાવનગર અને જામનગરમાં દરોડા પાડ્યા છે. એજન્સીઓએ નકલી બિલના નામ પર કરોડો રુપિયાની લેવડદેવડના મામલાને લઈને આ કાર્યવાહી કરી છે. થોડા દિવસ પહેલા જ સૂરત પોલીસે લગભ ૫૦૦ કરોડ રૂપિયાના ગોરખધંધાનો ખુલાસો કર્યો હતો. તે સમયે ૨૧ લોકોની ધરપકડ કરી હતી. વિધાનસભા ચૂંટણી અગાઉ મોટા પાયે કાળા નાણાના મળવાથી મોટી આશંકા સેવવામાં આવી રહી છે. અટકળો પણ છે કે ચૂંટણી પહેલા આ દરોડાના કારણે ગેરકાનૂની ગતિવિધિ અટકાવવાના પ્રયાસ છ્‌જી દ્વારા કરવામાં આવી રહ્યા છે.આ જ પરિપેક્ષ્યમાં પાડવામાં આવેલા દરોડામાં વિવિધ જિલ્લાઓમાઠી બિઝનેસ હાઉસ અને બ્રોકર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર સત્તામાં છે અને આ વખતે બાકી બે પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. ત્યારે ઘણી બધી રીતે અમુક ઉમેદવારો ચૂંટણી જીતવા માટે પોતાનું તમામ જાેર લગાવે તે દેખીતું છે. માટે આચારસંહિતા દરમિયાન કોઈ નિયમનો ભંગ ન થાય તેનું પણ ધ્યાન રાખવામા આવી રહ્યું છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *