આજે ભેસાણ માર્કેટીંગ યાર્ડ ખાતે માર્કેટીંગ યાર્ડ તથા તાલુકા હેલ્થ ઓફિસ ભેસાણ સયુક્ત કોવિડ 19 વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા મૂખ્ય અતીથી વિશેષ તરીકે શ્રી હર્ષદભાઈ રીબડીયા હાજર રહ્યા હતા અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરુઆત કરવામા આવી હતી.આ સાથે બોલતા જણાવ્યું કે વેકસીન જ એક એવુ હથીયાર છે જે આપણને કોવીડ-19 ની ત્રીજી લહેર થી બચાવશે. હાજર રહેલ તમામ લોકોને વેકસીન લેવા માટે હાકલ કરી હતી.માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી નટુભાઈ પૉકીયા તથા સભ્યશ્રી ઑ હાજર રહયા હતા જેમા શ્રી નટુભાઈએ સૌ પ્રથમ વેકસીન લઈ ને હાજર રહેલ તમામ લોકોને મોટીવેશન પુરુ પાડેલ હતુ.170 વ્યક્તિ ને કોવિશિલ્ડ વેક્સીન આપવામા આવી હતી.આ કેમ્પ મા રાણપુરના મેડીકલ ઓફિસર શ્રી ડૉ.રસીક ચુડાસમા તથા તેમના સ્ટાફે આ કેમ્પ નું સંપુર્ણ આયોજન કરેલ હતું. ડૉ નીરાલી નીમ્બાર્ક,વાઘમશીબેન એ ઓબ્ઝરવર,ગોવીંદભાઈ રામ તથા મીતલબેન વીન્ઝુડા એ રજીસ્ટ્રેશન ની કામગીરી સંભાળી હતી. પ્રીતીબેન રામોલીયા તથા રેખાબેન સાકરીયા એ વેકસીનટર ની ભુમીકા નીભાવી હતી.વેરીફીકેશન માટે નું કામ મીરલબેન તથા વિલાસબેન સોપવામા આવેલ હતું.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો આર.આર.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ રીતે પુર્ણ કરવામાં આવેલ હતો. મીડીયા/ફોટોગ્રાફી ની જવાબદારી તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી એચ. બી. નાગાણી એ નિભાવી હતી.
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ



