પાટણ
પાટણ જિલ્લા અદાલત સહિત સમગ્ર જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં પાટણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતો યોજાઇ હતી. આ લોક અદાલતોમાં કુલે પ્રિલીટીગેશન કેસો ૨૩૫૫૩મુકવામાં આવેલ હતા. જેમાંથી કુલ ૧૦૬૨૧ જેટલા કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો અને તેમાં સેટલમેન્ટ એવોર્ડની રકમ રૂા. ૧,૧૫, ૭૮,૬૨૧ જેટલું થયેલ અને રેગ્યુલર લોક અદાલતમાં કુલ ૯૧૫ જેટલા કેસો મુકવામાં આવેલ હતા. તેમાંથી ૩૬૧ જેટલા કેસોમાં સુખદ સમાધાન થયેલ છે. તેમાં સેટલમેન્ટ રકમ રૂા. ૮,૪૭,૫૮,૮૪૨નો એવોર્ડો કરવામાં આવેલ તેમજ અન્ય ફુલ ક્રિમીનલ કેસો ૨૪૬૬ જેટલા મુકવામાં આવ્યા હતા તેમાંથી ૧૪૧૯ જેટલા કેસો ફૈસલ કરવામાં આવેલ છે. આમ લોક અદાલતમાં પાટણ જીલ્લામાં કુલ ૨૬૯૩૪ કેસો મુકવામાં આવેલ હતા. તેમાંથી ૧૨૪૦૧ કેસોનો સુખદ રીતે નિકાલ કરવામાં આવેલ છે અને આ કેસોમાં કુલ ૯,૬૩,૩૭,૪૬૩ની રકમોના સેટલમેન્ટ એવોર્ડો કરવામાં આવેલ છે. એમ પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળના સેક્રેટરી એમ.આર. ઠક્કરે જણાવ્યું હતું. ન્યાય સર્વના માટે આ સુત્રને સાર્થક બનાવવાના હેતુસર નામદાર સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. જે અનુસંધાને ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશન હેઠળ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પાટણ તથા તેના તાબાની તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ આ લોક અદાલતનો લાભ જીલ્લાના તમામ પક્ષકારોને મળી રહે તે હેતુસર સદર લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોસીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ કલમ ૧૩૮ ને લગત કેસો, વાહન અકસ્માતને લગતા કેસો મજુર તકરારને લગતા કેસો, લગ્ન જીવન તકરાર કે પરીવારને લગતા કેસો, બેંકના દાવાઓ અને જમીન વળતરને લગતા કેસો અને અન્ય દાવાઓ, દિવાની કેસો વિગેરે સમાધાનને લાયક તમામ પ્રકારના કેસો આ નેશનલ લોક અદાલતમાં મુકવામાં આવેલ હતા. ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો સુખદ નિકાલ આવે તે હેતુસર લોક અદાલતમાં મુકવામાં આવેલ હતા.


