Chandigarh

પંજાબીની સાથે દેશના ઘણા શહેરોને હચમચાવવાનો ષડયંત્રનો થયો ખુલાસો

ચદીગઢ
પંજાબની સાથે દેશના અનેક શહેરોમાં આતંક મચાવવાના ષડયંત્રને લઈને ઘણા મોટા નામો સામે આવ્યા છે. પંજાબની ધરતી અને ભારતના અનેક શહેરોમાં વિનાશ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ, રક્તપાત અને ડેરા સાથે જાેડાયેલા હિન્દુવાદી નેતાઓ અને અનુયાયીઓને ટાર્ગેટ કિલિંગના કેસમાં પાકિસ્તાની ૈંજીૈં અને ખાલિસ્તાનના ૧૦ ખતરનાક ચહેરાઓના નામ બહાર આવ્યા છે. ન્યૂઝ એજન્સીને તેમની માહિતી મળી છે. કેન્દ્રીય એજન્સીઓના ઈનપુટ પર પંજાબ પોલીસના ગોપનીય રિપોર્ટમાં આતંકના આ ૧૦ ચહેરાઓના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ નામો માત્ર પંજાબમાં જ નહીં પરંતુ દેશભરમાં ઘણા હિન્દુવાદી નેતાઓની ટાર્ગેટ કિલિંગની યોજનાને અંજામ આપવા માટે એન્ટી ઈન્ડિયા ઓપરેશન ચલાવી રહ્યું છે. તેમની તૈયારી દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવાની છે. પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટ અને સેન્ટ્રલ એજન્સીઓએ પોતાના રિપોર્ટમાં પહેલીવાર આ નામોનો ખુલાસો કર્યો છે. આ તમામ પાકિસ્તાની ૈંજીૈં અને ખાલિસ્તાન સાથે સંકળાયેલા છે, જેઓ પંજાબના છે, પરંતુ હવે વિદેશમાં બેસીને પંજાબ અને દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ભારત વિરોધી ઓપરેશનમાં સક્રિય છે. આતંકના આ ચહેરાઓના ત્રણ મદદગારો જ દેશમાં હાજર છે, જેઓ હાલ ફરાર છે. આ બધા એકબીજાને ઓળખે છે અને તેઓ પાકિસ્તાનની ૈંજીૈંના ઈશારે ગેરકાયદેસર હથિયારો, દારૂગોળાનો સપ્લાય અને ફંડિંગ પણ ગોઠવી રહ્યા છે. તેઓ પંજાબમાં મોટા રમખાણો કરાવવાના ઓપરેશનમાં પણ સામેલ છે. મોહાલી પોલીસે તેમની સામે એફઆઈઆર નોંધી છે. ૈંઁઝ્ર કલમ ૧૫૩, ૧૫૩-છ, ૨૧૨, ૨૧૬, ૧૨૦-મ્ ૈંઁઝ્ર, ૨૫/૫૪/૫૯ આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર, આ ચહેરાઓને મોટી સંખ્યામાં વિદેશી ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેથી તેઓ વિદેશથી ભારતમાં ખાસ કરીને પંજાબમાં આતંકને પ્રોત્સાહન આપી શકે અને ધાર્મિક ઉન્માદ ફેલાવીને રમખાણોનું આયોજન કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *