Chandigarh

સિદ્ધૂ મૂસેવાલાના પરિવારે હવેલીમાં રખાવી જસ્ટિસ બુક,શરૂ કર્યું હસ્તાક્ષર અભિયાન

ચદીગઢ
સિદ્ધુ મુસેવાલાના પરિવારે પુત્રને ન્યાય અપાવવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. પરિવારે હવે હવેલીમાં જસ્ટિસ બુક રખાવી છે, જેમાં મુસેવાલાના ત્યાં આવતા ચાહકો ન્યાય માટે સહી કરી રહ્યા છે. સિદ્ધુ મુસેવાલાના પિતાનું કહેવું છે કે જ્યારે આ જસ્ટિસ બુકમાં એક લાખ હસ્તાક્ષર થશે, ત્યારે તેઓ તેને ન્યાય માટે અરજી સાથે કોર્ટમાં લઈ જશે. મુસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું કે તેઓ હવે નિવેદન નહીં આપે. તે પોતાના ચાહકોની મદદથી સહી ઝુંબેશ ચલાવીને કોર્ટમાં ન્યાય માંગશે. મુસેવાલાની હત્યા અંગે તેમણે અનેક નિવેદનો આપ્યા છે, પરંતુ છ મહિના પછી પણ તેમને ન્યાય મળ્યો નથી. બલકૌર સિંહ માંગ કરી રહ્યા છે કે તેમના પુત્રની હત્યાના માસ્ટરમાઇન્ડને જેલમાં ધકેલી દેવામાં આવે. અગાઉ ૨૯ ઓક્ટોબરે બલકૌર સિંહે ન્યાય માટે પંજાબ પોલીસને ૨૫મી નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જાે તેમને ન્યાય નહીં મળે તો તે તેની એફઆઈઆર પાછી ખેંચી લેશે અને તે પછી તે દેશ છોડી જશે. તેમણે ફરી એકવાર સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દ્ગૈંછની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે એજન્સી સિદ્ધુના નજીકના મિત્રોને સમન્સ મોકલીને પરેશાન કરી રહી છે. તેમણે કહ્યું કે ગાયિકા જેની જાેહલને બોલાવવામાં આવી હતી, જેને સિદ્ધુ હત્યા સાથે કોઈ લેવાદેવા જ નથી. સિદ્ધુના પિતાએ કહ્યું હતું કે તેમના પુત્રની હત્યા ગેંગ વોરનું પરિણામ નથી અને ન તો પુત્રનો ગુંડાઓ સાથે કોઈ સંબંધ હતો. બલકૌર સિંહે કહ્યું હતું કે સિદ્ધુની પિસ્તોલ, કાર અને ફોન બધું જ પોલીસ પાસે છે. પોલીસે તમામ કોલ રેકોર્ડની તપાસ કરી છે, શું સિદ્ધુએ એક વર્ષમાં કોઈ ગેંગસ્ટર સાથે વાત કરી છે. તેણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ આ હત્યાને ગેંગ વોરનું પરિણામ હોવાનું સાબિત કરવા માટે તત્પર છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *