એહમદપુર ચેકપોસ્ટ પાસેથી દિવથી દારૂનો જથ્થો ૨૫૧ બોટલ, ૮ પેટી તેમજ બીયરના ટીન સાથે કારમાં નિકળતા ચેકપોસ્ટ પોલીસે ઝડપી ગુન્હો નોધ્યો…ટેલીફોનના દોરડા ધણધણી ઉઠ્યા..
ઊના – વિધાનસભાની ચુંટણી જાહેર થતાંજ ઉના પોલીસે કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા એહમદપુર માંડવી પાસે આવેલ ચેકપોસ્ટ પર દિવ કેન્દ્ર સાશીત પ્રદેશ માંથી વિદેશી દારૂ ગુજરાતમાં આવતો અટકાવવા પોલીસ બંધોબસ્ત મોટાપાયે ગોઠવેલ હોય. અને દિવ તરફથી આવતા વાહનોના ચેકિંગ કરતા હોય આ દરમ્યાન દિવ ઘોઘલા વિસ્તાર માંથી આવતા સફેદ કલરની નંબર પ્લેટ વગરની એમ એલ એ લખેલી ઇનોવા ક્રિષ્ટલ કારને અટકાવી તલાસી લેતા તે માંથી ૮ જેટલી પેટી જોવા મળતા પોલીસે કારની સઘન તપાસ કરતા ૧૩૧ જુદી જુદી કંપનીની બોટલ તેમજ બિયરના ટીન ૧૨૦ મળી કુલ ૨૫૧ બોટલ તેમજ બીયરના ટીન લાવતા અને કાર ચાલક હાર્દિક કિશોર પરમાર રહે. અનિડા તા તાલાલા તેમજ કારમાં બેઠેલા પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પાલીતાણાના ધારાસભ્યના પૂર્વ પી.એ. ચેતન ભીમજી ડાભી રહે. ડુંગરપુર તા.પાલીતાણા તેમજ મહેબુબ પીરભાઇ લાખેપોટા રહે. ડુંગરપુર તા.પાલીતાણા વાળાની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો દિવથી ભરેલ હોવાનું જણાવતા ઉના પી એસ આઇ સોમાતભાઇ દેવશીભાઇ બામરોટીયાએ ત્રણેય શખ્સો અને કારને ઉના પોલીસ સ્ટેશને લાવી ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ કરી રૂ.૮૨,૪૬૦ નો વિદેશી દારૂ તેમજ ત્રણ મોબાઇલ અને કાર સહીત રૂ.8,૯૦,૫૬૦ ના મુદામાલ સાથે પકડી પાડી જેલ હવાલે કરેલ છે.
આ ઇગ્લીસ દારૂનો જથ્થો ઝડપાતા અને તેમાં ભાજપના તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેમજ ધારાસભ્યના પૂર્વ પી એ ઝડપાયાની વાત વાયુવેગે ફેલાતાજ રાજકીય ટેલીફોનના દોરડાઓ ધમધમી ઉઠ્યા હતા. પરંતુ મીડીયાનો મોટો કાફલો પોલીસ પંથકે પહોચી જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી પડી હતી. અને આ બનાવમાં ત્રણ શખ્સો સામે ગુન્હો નોધેલ હતો. એવી પણ વાત બહાર આવી છે કે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચેતન ભીમજી ડાભીએ વર્તમાન ચુંટણીમાં ધારાસભાની ટીકીટ પણ ભાજપમાં દાવેદારી નોધાવી હતી. અને ચુંટણી સમયે એમ એલ એ લખેલી નંબર પ્લેટ વગરની ઇનોવા કારમાં દારૂની હેરાફેરી કરતા પોતે ઝડપાતા રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ મચ્યો હતો.


