Gujarat

જેતપુરમાં સરકારી નાણાં ૧૩ લાખની ઉચાપતના કેસમાં ૮ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

કંપની ચલાવતા વેપારીએ ટેક્સચોરી કરી પોબારા ભણી ગયો હતો : આણંદમાંથી ધરપકડ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં પાંચ વર્ષ પહેલા કંપની ચલાવતા આરોપીએ વેચાણવેરાના ટેક્સની ચોરી કરી ભુગરમાં ઉતરી ગયો હતો. જે અંગે તેની સામે જેતપુર પોલીસ મથકમાં વેચાણવેરા અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવી હોય સરકારી નાણાની ઉચાપત કરવાના કેસમાં આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી આણંદ પંથકમાં છુપાયો હોવાની બાતમી પરથી એલસીબીએ તેની ધરપકડ કરી જેતપુર પોલીસના હવાલે કર્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ અગાઉ રાજકોટના લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે રહેતો વેપારી શૈલેષ કુમાર રમણીકલાલ સંઘવીની રૂરલ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના માણેજ ગામેથી ધરપકડ કરી હતી.
 પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અગાઉ રાજકોટમાં રહેતો હતો ત્યારે કંપની ચલાવતો હતો અને તેને ટેક્સની ચોરી કરી હતી. જે અંગે આઠ વર્ષ પહેલા ૨૦૧૪માં વેચાણવેરા અધિકારી દ્વારા જેતપુર પોલીસ પંથકમાં વેપારી સામે ૧૩ લાખની ટેકસ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ વેપારી ભુગર્ભમાં ઉતરી ગયો હતો અને આણંદ જીલ્લામાં છુટક તેલનો વેપાર કરતો હોવાની એલસીબીને બાતમી મળતા ગઈકાલ રાત્રે જ તેને ઝડપી લઈ જેતપુર પોલીસના હવાલે કર્યો છે. આ કામગીરી એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ ડી.જી બડવા, એચ.સી. ગોહિલ, મહેશ જાની, નિલેષ ડાંગર, દિવ્યેશભાઈ, ધર્મેશભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

IMG-20221116-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *