૭૫મા વાર્ષિક સંત સમાગમમાં આજે સેવાદલને સમર્પિત દિવસે આજે સેવાદારોની અનથક સેવાઓની પ્રસંશા કરતાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના પાવન સાનિધ્યમાં નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખા હરીયાણામાં એક ભવ્ય સેવાદલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.સેવાદલ રેલીનું અવલોકન કરતાં પોતાની દિવ્ય મધુર મુસ્કાન દ્વારા રેલીમાં હાજર ભાઇ-બહેનોનું અભિવાદન સ્વીકારી આર્શિવાદ પ્રદાન કર્યા હતા.સદગુરૂ માતા તથા રાજપિતા રમીતજીએ પોતે સેવાદલની વર્દી પહેરીને નિરંકારી મિશનની નિષ્કામ માનવસેવાની ભાવના પ્રગટ કરી હતી.આ રેલીનો મુખ્ય વિષય આત્મિયતા અને માનવતા ઉપર આધારીત વિભિન્ન કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જેમાં પ્રવચનો કવિતાઓ પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણીનું સમુહગાન,લઘુ નાટીકાનો સમાવેશ હતો.આ સિવાય શારીરિક વ્યાયામ, ખેલકૂદના કાર્યક્રમ યોજાયા હતા.કોવિડ-૧૯ની મહામારીના સમયે સમગ્ર દેશમાં આ જ સેવાદારોએ ઘેર ઘેર જઇને જરૂરતમંદ લોકોને રાશન પહોચાડ્યું હતું તથા સમગ્ર ભારતના તમામ નિરંકારી સત્સંગ ભવનોને કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા હતા ત્યાં ટીકાકરણ શિબિરોમાં પોતાની સેવાઓ આપી હતી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


