Gujarat

આ કાળઝાળ મોંઘવારીમાં ઇપીએફ પેન્શન ધારકોનું મિનિમમ પેન્શન હાલના સંજોગોમાં પાંચ હજાર રૂપિયા કરવું જોઈએ એવું સાવરકુંડલાના પેન્શન ધારકોની સરકારને વિનમ્ર માંગ છે. સમય કપરો છે. જીના દુષ્વાર હૈ.. કેવળ ભગવાનના નામે જિંદગી તો નથી ચાલતી.. જીવન નિર્વાહ માટે પણ આ કાળઝાળ મોંઘવારીમાં પર્યાપ્ત માત્રામાં રૂપિયા જોઈએ. મિનિમમ પાંચ હજાર પ્રતિમાસ 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આ કાળઝાળ મોંઘવારીમાં ઇપીએફ પેન્શન ધારકોનું મિનિમમ પ્રતિ માસ ૫૦૦૦ રૂપિયા કરવા સાવરકુંડલા ઇપીએફ ધારકોની માંગ.. વર્ષો સુધી નોકરી કર્યા પછી પણ મળતી પેન્શનની રકમ ચણા મમરા સમાન ગણાય.. આજે મોંઘવારી કુદકે અને ભૂસકે વધી રહી હોય તેવા સંજોગોમાં આ પેન્શન ધારકોનાં પેન્શનમાં રતિભાર પણ વધારો થતો નથી.. દેશમાં લગભગ પાંચ થી છ કરોડ ઇપીએફ હોલ્ડર માટે તો જિંદગીભર કાળી મહેનત કરીને ઇપીએફ તરીકે કરેલી બચતનું મૂલ્ય સાંપ્રત બઝાર ભાવ પ્રમાણે ચણા મમરા સમાન જ ગણાય.. વિકસિત દેશોમાં નાગરિકોની પાછલી જિંદગી શાંતિથી જીવવા માટે ખાસ પ્રકારના લાભો સરકાર તરફથી આપવામાં આવે છે. આપણાં દેશમાં વર્ષોથી ઇપીએફ પેન્શન ધારકો માટે કોઈ નોંધનીય લાભો મળતાં નથી.. આમ સમરસ સમાજનું નિર્માણ અને સંવર્ધન કરવા માટે પણ સરકાર દ્વારા આ પેન્શન ધારકોનું મિનિમમ પેન્શન હાલના સંજોગોમાં પાંચ હજાર તો કરવું જોઈએ. આંખો અંજાઈ જાય એવા જુદા જુદા સમારંભો કરતી સરકારને કાને આ વાત ક્યારે પડશે? તે તો ભગવાન જાણે..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *