Gujarat

મતદાન મથકોની આસપાસના વિસ્તારો માટે જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-ર૦૨૨ નું મતદાન જામનગર જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ થનાર છે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો કે તેમના કાર્યકરો/ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમજ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી સબંધી પ્રતિકો દર્શાવીમતદારોનું ધ્યાન ખેચવામાં ન આવે તે જોવુ જરૂરી છે. રાજકિય પક્ષો કે ઉમેદવારોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતુ નિવારવા માટે અને મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભાવેશ એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

મતદાનના દિવસે નક્કી થયેલ મતદાન મથકના ર૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી સંબંધી બુથ ઉભા કરી શકાશે નહી કે ચૂંટણી પ્રકાર કે ચૂંટણી પ્રતીકો દર્શાવી શકશે નહિ. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ર૦૦ મીટરની બહાર મતદારોને મતદાર કાપલીના વિતરણ માટે ટેબલ અને ખુરશી રાખી શકશે. આવા સ્થળે ઉમેદવાર ૩×૧.પ ફુટનું ફકત ૧(એક) બેનર રાખી શકશે.

મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરૂદ્ઘમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહી, કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહી.

મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના ર૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી સબંધી હેતુ માટે મોબાઈલ ફોન, કોડલેસ ફોન જેવા વિજાણુ યંત્રોનો ઉપયોગ થઈ શકશે નહી.

મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગથી ૧૦૦મીટરની અંદરના વિસ્તારમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (૪પ અધિનિયમ)ની કલમ -૧૮૮ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *