Gujarat

શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેઓને સવેતન રજા આપવાની રહેશે

ડેપ્યુટી ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડે હેલ્થ-જામનગરની અખબારી યાદી જણાવે છે કે, આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ ગુરુવારના રોજ વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ યોજાનાર છે. આ દિવસે જામનગર વિધાનસભા મતવિસ્તારના કારખાના ધારા ૧૯૪૮ હેઠળના (ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ અન્ડર અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫(બી) મુજબ કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતાં શ્રમયોગી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ /કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહી. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.

જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરુદ્ધનું  વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મતદાનના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી શ્રી કે.એ.રાવત ઈ. ડેપ્યુટી ડાયરેકટરશ્રી જામનગર ફોન નં.૦૨૮૮ ૨૬૭૮૨૦૬ડો. હેડગેવાર કોમ્પ્લેક્ષ, ત્રીજો માળ, જાડાની ઓફિસ ઉપર, સાત રસ્તા સર્કલ, જામનગર તેમજ મદદનીશ નોડલ અધિકારી અને સરકારી શ્રમ અધિકારી, ડી.ડી.રામી જામનગર ફોન નં.૦૨૮૮ ૨૫૫૨૬૩૧ ડાયમંડ માર્કેટ પ્રથમમાળ, અંબર સિનેમાની બાજુમાં, જામનગરનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *