ઉના વેરાવળ હાઇવે પર લામધાર ગામના પાટીયા પાસે રાત્રીના સમયે એક સિંહે ગાય પર હુમલો કરી દીધેલ હતો. જેથી ગાયનું ઘટના સ્થળેજ મોતને ઘાટ ઉતારી દીધા બાદ સિંહે મારણની મિજબાની માણી હતી.
લામધાર ગામના પાટીયા પાસે સિંહે ગાય માતા પર હુમલો કરી મોત નિપજાવી બાદમાં સિંહે મારણની મિજબાની માણતા આ વિસ્તારમાં ફફડાટ મચી ગયેલ હતો. આ અંગેની જાણ હિન્દુ યુવા સંગઠન ભારત ગૌરક્ષક દળ સીલોજ, લામધાર ગામની ટીમના સેવાભાવી યુવાનોને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને ત્યાં મારણની મિજબાની માણતા સિંહને હાકલા પડકારા કરી દૂર ખસેડવામાં આવેલ પરંતુ ગાયનું ઘટના સ્થળેજ મારણ કરી મિજબાની માણી હતી. જોકે સેવાભાવી યુવાનોઅએ વહેલી સવારે વિધિવત ગૌમાતાને સમાધિ આપવામાં આવી હતી.


