Gujarat

નેશનલ હાઇવે કોરિડોર્સ પર એક હજાર EV ચાર્જિંગ સ્ટેશન બનાવશે

નેશનલ હાઇવે કોરિડોર્સ પર ઇલેક્ટ્રિક વાહનોના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને દેશભરમાં 1,000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના છે. આ ચાર્જિંગ સ્ટેશનોના કારણે લાંબા અંતરની મુસાફરી કરતા EV વાહનચાલકોને હાઇવે પર સરળતાથી ચાર્જિંગની સુવિધા મળી રહેશે. સાથે જ આ પહેલથી EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી મળશે અને પેટ્રોલ-ડીઝલ વાહનોના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

વડોદરાની કંપનીએ ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ, ટ્રક અને કમર્શિયલ કાર ફ્લીટ્સ માટે EV ચાર્જિંગના લાંબા ગાળાના એનર્જી કોન્ટ્રાક્ટ્સ મેળવ્યા છે, જેની કિંમત એક અબજ અમેરિકી ડોલરથી વધુ છે. જે અંતર્ગત કંપની દેશના મુખ્ય નેશનલ હાઇવે કોરિડોર્સ પર એક હજાર નવા EV ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરશે. નવા ઈવી ચાર્જિંગ સ્ટેશનો દરરોજ 15 હજારથી વધુ EV વ્હીકલને સપોર્ટ કરશે.

ચાર્જઝોનના ફાઉન્ડર અને સીઈઓ કાર્તિકેય હરિયાણીએ જણાવ્યું હતું કે, ભારતનું ઈવી ચાર્જિંગ માર્કેટ એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જ્યાં સ્કેલ ફક્ત કેટલા ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે તેનાથી નહીં, પરંતુ તેમના દ્વારા કેટલી એનર્જી વેચવામાં આવે છે અને આ એસેટ્સનો ઉપયોગ કેટલી સાતત્યપૂર્ણ રીતે થાય છે તેનાથી માપવામાં આવશે.

બસ, ટ્રક અને ફ્લીટ્સમાં લાંબા ગાળાની ડિમાન્ડ કોન્ટ્રાક્ટ થવાથી અમે એનર્જી કન્ઝમ્પશન સામે નવી કેપેસિટી બનાવી શકીએ છીએ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે લાંબા ગાળાની મૂડી લાવવા માટે એક મજબૂત પાયો બને છે.