ઊના પંથકમાં છેલ્લા ઘણા સમયથી તાલુકાની સીમ વાડી વિસ્તારમાં અજગરો જોવા મળી રહ્યાં છે. ચાર દિવસ પહેલાજ ખડા ગામના દરીયાઇ કાંઠા વિસ્તાર પાસે નિકળ્યો હતો અને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે ઉનાના સનખડા-દુધાળા ગામ વચ્ચે રસ્તા ઉપર એક અજગર આવી ચઢતા ત્યાથી પસાર થતા વાહન ચાલકોને નજરે પડેલ હતો. અંગે વનવિભાગને જાણ કરતા રેશ્ક્યું ટીમ સ્થળ પર દોડી જઇ અજગરનું કરવામાં આવ્યું હતું..
સનખડા- દુધાળા ગામ વચ્ચે રસ્તા ઉપરજ એક 8 ફૂટ લંબાઈ ધરાવતો મહાકાય અજગર પસાર થઈ રહ્યો હોય એ દરમ્યાન અચાનક વાહન ચાલકોને નજરે પડેલ હતો. અને રસ્તો ક્રોસ કરી ઝાડમાં ઘુસી જાય તે પહેલા આ વિસ્તારમાંથસ પસાર થતા લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. અને સ્થળ પર રેશ્ક્યું ટીમ દોડી ગયેલ અને અજગરનું રેશ્ક્યું કરી પકડી પ્લાસ્ટિકના કોથળામાં નાખી આ અજગરને જંગલમાં દૂર સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.


