તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી ઉર્ફે મિસિસ સોઢી, જે હેલ્થ ઈશ્યૂના કારણે શોમાંથી મિસિંગ હતી, તેણે શૂટિંગ શરૂ કરી દીધું છે. ત્રણ મહિના બાદ સેટ પર પરત ફરીને તે ખૂબ જ ઉત્સાહિત છે. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં જેનિફરે જણાવ્યું કે, સેટ પર પરત ફર્યા બાદ તેણે તેના ત્રણ બેસ્ટ ફ્રેન્ડ મંદાર ચાંદવાડકર ઉર્ફે ભીડે, સોનાલિકા જાેશી ઉર્ફે માધવી અને અંબિકા રંજનકાર ઉર્ફે કોમલ સાથે ખૂબ વાતો કરી હતી. આ સિવાય તેણે ખુલાસો કર્યો કે તે ખુશ છે અને હવે તેની હેલ્થ સારી છે. દરેક સાથે મળીને સારું લાગ્યું.
સાડા ત્રણ મહિના કરતાં વધારે સમય બાદ મળી હોવાથી એક્ટર્સે મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેઓ મારી હેલ્થ અને પગમાં દુઃખાવા વિશે પૂછવા લાગ્યા હતા. જ્યારે હું આસપાસ હોવ ત્યારે અમે ખૂબ મસ્તી કરતા હતા. તેથી જ્યારે તેમણે મને જાેઈ ત્યારે કહ્યું હવે ખૂબ મજા આવશે. સેટ પર પાછા ફરીને અને લાંબા સમય બાદ દરેકને મળીને સારું લાગ્યું. ખાસ કરીને મારા ત્રણ બેસ્ટ ફ્રેન્ડ મંદાર, સોનાલિકા અને અંબિકા. અમારી પાસે કેટલી વાતો ભેગી થઈ હતી અને ખૂબ વાતો કરી હતી. બલ્લુજી ઉર્ફે બલવિંદર, જે ઓનસ્ક્રીન મારા પતિનો રોલ પ્લે કરી રહ્યો છે તે મને જાેઈને ખુશ થઈ ગયો હતો, તેમ તેણે કહ્યું.
જેનિફરે લંચ ટાઈમ દરમિયાન દિલીપ જાેશી અને અન્ય કો-સ્ટાર્સ સાથે પણ ઘણી વાત કરી હતી. ‘દિલીપ સરને મળીને મજા આવી, હું સાડા ત્રણ મહિનાથી શોથી દૂર હતદી તે વિશે તેમને જાણ નહોતી અને જ્યારે તેમને ખબર પડી તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અમે સામાન્ય રીતે સાથે લંચ કરીએ છીએ. રવિવારે મંદાર, દિલીપ સર અને મેં સાથે લંચ લીધું હતું. સામાન્ય રીતે અમિત ભટ્ટ, તન્મય વેકરીયા અને અન્ય પણ લંચ સાથે લે છે, પરંતુ તેઓ શૂટિંગ કરી રહ્યા નહોતા. અમે ત્રણે સાથે શૂટિંગ કર્યું હતું. અન્ય સાથે તો હું સંપર્કમાં રહેતી હતી, પરંતુ દિલીપ સર સાથે માત્ર તેમના બર્થ ડે પર જ વાત થઈ હતી. મેં તેમની પત્ની સાથે પણ વાત કરી હતી.
હું હંમેશા ડ્રામેટિક અંદાજમાં વાત કરું છું તેથી તેમને મારી સ્ટોરી સાંભળવાની મજા આવી. અમે તેમના આઉટડોર શૂટ વિશે પણ વાત કરી હતી. વાતચીત કરવા દરમિયાન તેમણે મેં આટલો સમય કેવી રીતે પસાર કર્યો તેમ પૂછ્યું હતું અને ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે, આ સમય મેં ટીવી જાેઈને કાઢ્યો હતો.