મુંબઈ
બે વાર કેન્સરને માત આપી ચુકેલી બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્મા પાછલા ૨૦ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. ૧ નવેમ્બરે બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ તેને એડમિટ કરવામાં આવી હતી. એક્ટ્રેસનુ હોસ્પિટલનું બિલ લાખો રૂપિયામાં પહોંચી ગયું છે. જાે કે તેના પરિવારે હજુ સુધી કોઇની પાસે કોઇપણ પ્રકારની આર્થિક મદદ નથી માંગી. તેમ છતાં સિંગર અરિજીત સિંહે પોતે આગળ આવીને મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે કે તે એંડ્રિલાની સારવારનો પૂરો ખર્ચ ઉઠાવશે. રિપોર્ટ્સ અનુસાર, એંડ્રિલા શર્માની સારવારમાં તેના પરિવારની બચત લગભગ ખર્ચ થતી જઇ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી હોસ્પિટલનું બિલ ૧૨ લાખ રૂપિયા સુધી પહોંચી ગયુ છે. આ મુશ્કેલીભર્યા સમયમાં સિંગર અરિજીત સિંહે મદદ માટે હાથ આગળ વધાર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સિંગરે એંડ્રિલાની સારવારનો પૂરો ખર્ચ ઉપાડવાનું વચન આપ્યું છે. તેમાં તે ખર્ચ પણ સામેલ છે, જે એક્ટ્રેસની સારવાર માટે થશે. પછી ભલે તેને સારવાર માટે પ્રદેશની બહાર કેમ ન લઇ જવી પડે. એક્ટ્રેસ એંડ્રિલા શર્મા કલકત્તાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે. રિપોર્ટ્સ અનુસાર તે કોમામાં છે અને જીંદગીની જંગ લડી રહી છે. એક્ટ્રેસના ફેમિલી મેંબર્સ અને ફ્રેન્ડ્સ તેની સલામતી માટે દુઆ કરી રહ્યાં છે. ડોક્ટર્સ પોતાની તરફથી ટ્રીટમેન્ટ કરી રહ્યાં છે, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઇપણ પ્રકારનો સુધારો નથી આવી રહ્યો. તે હજુ પણ વેંટીલેટર પર છે. એક નવેમ્બરે એંડ્રિલાને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જાે કે તરત જ તેની સારવાર કરીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. પછીથી તેને ઘણા કાર્ડિઆક અરેસ્ટ આવ્યા અને તેને વેંટિલેટર પર શિફ્ટ કરવી પડી. રિપોર્ટ્સ અનુસાર, સીટી સ્કેનના રિપોર્ટમાં તેના મગજમાં અનેક ક્લોટ્સની વાત સામે આવી છે, પરંતુ એક્ટ્રેસની હાલત એટલી ખરાબ છે કે તેનું ઓપરેશન થઇ શકે તેમ નથી. ડાયગ્નોસિસ બાદ એક્ટ્રેસને હાઇ મેડિસિનના ડોઝ આપવામાં આવ્યા હતા, જેથી તે ક્લોટ્સથી મુક્તિ મેળવી શકે. એક્ટ્રેસ હાલ કોમામાં છે અને ડોક્ટર્સની સ્પેશિયલ ટીમના ઓબ્ઝર્વેશન હેઠળ છે. હંમેશાથી એક્ટ્રેસ બનવાનું સપનુ જાેનારી એંડ્રિલા શર્માએ ટીવી સીરિયલ ‘ઝુમુર’થી એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતુ. તે બંગાળી ફિલ્મ ‘ભોલે બાબા પાર કરેગા’માં જાેવા મળી હતી. તેણે ‘જીવન જ્યોતિ’ અને ‘એંડ જિયો કાઠી’ જેવા ઓટીટી પ્લેટફોર્મ પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યુ છે .


