વિધાનસભા ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુરમાં આજથી ભાજપના ઝંઝાવાતી પ્રચાર કાર્યનો શુભારંભ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નસવાડીથી કર્યો છે. સંખેડા બેઠકના ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીના સમર્થનમાં યોજાયેલ જાહેરસભામાં યોગી આદિત્યનાથે ગુજરાતીમાં પ્રવચન શરૂ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત મોડલની આજે દેશ વિદેશમાં અમલવારી થઈ રહી હોવાનું જણાવી આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદ વિરુદ્ધ રાષ્ટ્ર વિરોધીઓને ઉખાડી ફેંકવા હાંકલ કરી સંખેડા વિધાનસભાના નાગરિકોને ભાજપને વિજયી બનાવવા ભાર પૂર્વક અનુરોધ કર્યો, યોગીએ નરેન્દ્ર મોદી અને ભાજપ ની સિદ્ધિઓ ગણાવતા આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મૂ દેશનું શ્રેષ્ઠ સ્થાન અપાયું હોવાનું જણાવી આદિવાસી સમાજને ગર્વ અપાવાની વાત કહી. વધુમાં યોગી આદિત્યનાથે કૃષ્ણ,ગાંધી,સરદાર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈની જન્મભૂમિ એવા ગુજરાતમાં આવતા ધન્યતાની લાગણી અનુભવતા હોવાનું કહ્યુ. જાહેરસભામાં તેઓએ લોકોને સવાલો કરતા કહ્યું હતું કે શું કોંગ્રેસ શાસનમાં હોત તો કાશ્મીરમાં કલમ 370 હટી હોત ? અયોધ્યામાં રામ મંદિર બન્યું હોત ? શું કાશી વિશ્વનાથ મંદિરની ભવ્યતા આટલી નિખરી શકી હોત ? કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા યોગીએ કોંગ્રેસની સરકાર હોત તો કોરોના કાળ ની વેકશીનના અને લોકોને અપાતા મફત રાશનના રૂપિયા ખાઈ જતાં હોવાનો આક્ષેપ કર્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


