ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ-સંતોએ તા.૧લી ડિસેમ્બરે અચૂક મતદાન કરવા હાંકલ કરી છે. આ સંતો-મહંતોએ ભવનાથ મંદિરથી સાયકલ રેલી યોજી, દરેક મતદારને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમા જોડાવવા માટે સંદેશ આપ્યો હતો.
જૂનાગઢ જિલ્લા પાંચ વિધાનસભા બેઠકો પર મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ સ્તરે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શ્રી ઇન્દ્રભારતી બાપુ સહિતના ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ-સંતો જોડાયા હતા. તેમણે સાયકલ રેલી યોજી, મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.
સાધુ-સંતોએ લોકશાહીની ગરિમા જાળવવા માટે નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રચિત રાજ જૂનાગઢ જિલ્લામાં વિક્રમી મતદાન માટે જુદા-જુદા સ્તરે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સાધુ-સંતો પણ જોડાયા છે. જેની મહત્તમ મતદાન માટે સકારાત્મક અસર થશે.
